Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
વંસત્વચા માવવૃત્તિત્વોતન” •
२०८३ व्यभिचारीति तदर्थं भाववृत्तित्वे सतीति विशेषणे दीयमानेऽपि न तदुद्धारः, प्रागभावध्वंसस्य सत्त्वेऽपि ध्वंसस्य ध्वंसाऽप्रतियोगितया ध्वंसत्वे दुःखप्रागभावाऽनधिकरणवृत्तिध्वंसप्रतियोगिवृत्तित्वलक्षणसाध्यविरहात् इति हेतोः ।
ननु भाववृत्तित्वविशिष्टकार्यमात्रवृत्तित्वस्यैवाऽस्तु हेतुत्वम् । ध्वंसत्वे कार्यमात्रवृत्तित्वस्य सत्त्वेऽपि ध्वंसस्याऽभावरूपतया भाववृत्तिं न सम्भवति । ध्वंसत्वे विशेषणाऽभावप्रयुक्तविशिष्टहेत्वभावादेव न व्यभिचाराऽऽपत्तिः । न हि हेतोरसत्त्वे साध्यविरहस्य व्यभिचाराऽऽपादकत्वमभिमतं विदुषामिति चेत? मैवम्, इत्थं तदर्थं = ध्वंसत्वे व्यभिचारवारणाय भाववृत्तित्वे सतीति कार्यमात्रवृत्तित्वलक्षणहेतुकुक्षौ विशेषणे दीयमानेऽपि न तदुद्धारः = व्यभिचारोद्धारः, प्रागभावध्वंसस्य प्रतियोगि-तदध्वंसस्वरूपत्वेन = अन्वयव्यतिरेकाभ्यामवश्यक्लृप्ततया लाघवतर्कसहकारतः प्रागभावप्रतियोगि-प्रागभावप्रतियोगिप्रतियोगिकध्वंसोभધ્વંસમાં ધ્વસત્વ રહે છે. માટે કાર્યમાત્રવૃત્તિત્વ હેતુ ધ્વંસત્વમાં રહે છે. પણ ધ્વસનો કયારેય પણ ધ્વસ થતો ન હોવાથી ધ્વંસ ક્યારેય પણ કોઈ પણ ધ્વસનો પ્રતિયોગી જ નથી બનતો. તેથી દુઃખપ્રાગભાવઅનધિકરણમહાપ્રલયગત ધ્વંસનો તો તે કયાંથી પ્રતિયોગી બને ? જો તેવું બને તો ધ્વંસત્વમાં દુઃખપ્રાગભાવાનધિકરણવૃત્તિäસપ્રતિયોગિવૃત્તિત્વસ્વરૂપ સાધ્ય રહી જાય. પણ તેવું તો છે જ નહિ. માટે ધ્વંસત્વમાં હેતુ રહેવા છતાં ઉપરોક્ત સાધ્ય ન હોવાથી વ્યભિચાર દોષ આવશે જ. તેથી કાર્યમાત્રવૃત્તિત્વને હેતુ બનાવી ન શકાય.
શંકા - ધ્વંસત્વમાં આવતા વ્યભિચાર દોષના નિવારણ માટે ભાવવૃત્તિત્વ વિશેષણ લગાડી શકાય છે. અર્થાત્ ભાવવૃત્તિ હોય તેવું કાર્યમાત્રવૃત્તિત્વ હેતુ તરીકે માન્ય કરવામાં આવે તો ધ્વંસત્વમાં વ્યભિચાર નહિ આવે. કેમ કે ધ્વસત્વમાં હેતુ જ રહેતો નથી. ધ્વંસ અભાવરૂપ છે. તેથી ધ્વંસત્વમાં અભાવવૃત્તિત્વ આવે; ભાવવૃત્તિત્વ નહિ. કાર્યમાત્રવૃત્તિ હોવા છતાં ધ્વસત્વ ભાવવૃત્તિ ન હોવાથી ભાવવૃત્તિત્વવિશિષ્ટ કાર્યમાત્રવૃત્તિત્વસ્વરૂપ હેતુ તેમાં નહિ રહે. વિશેષણ ન હોય તે વિશેષ્યમાં વિશિષ્ટતા જ ન રહે. એકલું વિશેષ્ય રહે તેટલા માત્રથી વિશિષ્ટ હાજર છે તેમ માની ન શકાય. આમ ધ્વંસત્વમાં વિશેષણાભાવપ્રયુક્ત વિશિષ્ટહેતુપ્રતિયોગિક અભાવ રહી જવાથી વ્યભિચાર દોષને અવકાશ નહિ મળે. હેતુ જ ન હોય ત્યાં સાધ્ય ન રહે તે વ્યભિચાર દોષ તરીકે માન્ય નથી.
સમાધાન - ઈ. ધ્વંસત્વમાં વ્યભિચારના નિવારણ માટે હેતુકોટિમાં ભાવવૃત્તિત્વને કાર્યમાત્રવૃત્તિત્વનું વિશેષણ બનાવવા છતાં પણ તે વ્યભિચાર દોષ રવાના નહિ થાય. આનું કારણ એ છે કે ભાવવૃત્તિત્વવિશિષ્ટકાર્યમાત્રવૃત્તિત્વ હેતુ ધ્વસત્વમાં રહે જ છે. તે આ રીતે - નૈયાયિકોની માન્યતા મુજબ જ કહીએ તો એમ કહી શકાય કે પ્રાગભાવનો ધ્વંસ પ્રતિયોગી અને પ્રતિયોગીના ધ્વરૂપ છે. પ્રાગભાવનો નાશ થાય તો કાં પ્રતિયોગી હાજર થાય અથવા પ્રતિયોગીધ્વંસ હાજર થાય. તેથી લાઘવસહકારથી પ્રાગભાવáસને પ્રાગભાવના પ્રતિયોગીસ્વરૂપ કે પ્રાગભાવના પ્રતિયોગીના ધ્વંસરૂપ માનવામાં આવે છે. પ્રતિયોગી તો ભાવાત્મક હોય છે. તેથી પ્રતિયોગીસ્વરૂપ પ્રાગભાવāસમાં રહેલ ધ્વસત્વ ભાવવૃત્તિ બની જશે. તથા કાર્યમાત્રવૃત્તિ તો તે છે જ. કારણ કે પ્રાગભાવપ્રતિયોગી અને પ્રાગભાવપ્રતિયોગીનો ધ્વંસ- આ બન્ને કાર્યસ્વરૂપ જ છે. આથી ધ્વંસત્વમાં પ્રાગભાવપ્રતિયોગીસ્વરૂપ ભાવમાં વૃત્તિત્વ તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org