Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• ન્યાયસૂત્રસમીક્ષા •
२०८९ ऽनापत्तेः, प्रदीपध्वंसवतां प्रदीपावयवानां कालिकविशेषणतासंसर्गेण दुःखप्रागभावाऽधिकरणतया दीपत्वेऽभिप्रेतदुःखप्रागभावाऽनधिकरणवृत्तिध्वंसप्रतियोगिनिरूपितवृत्तित्वबाधात्। → साध्यसाधर्म्यात् तद्धर्मभावी दृष्टान्तः = उदाहरणम् + (न्या.सू.१/१/३६) इति न्यायसूत्रोक्तोदाहरणलक्षणप्रच्यवेन प्रकृते न दीपत्वस्योदाहरणत्वसम्भव इति भावः । इत्थञ्चैकं सीव्यतोऽपरप्रच्युतिन्यायापातः ।
एतेन → तदत्यन्तविमोक्षोऽपवर्गः ६ (न्या.सू.१/१/२२) इति पूर्वोक्तं(पृ.२०६९) न्यायसूत्रमपि प्रत्याख्यातम्, अत्यन्तत्वाऽनिरुक्तेः ।
ननु साध्यकोटौ दुःखप्रागभावाऽनधिकरणत्वं न केवलं कालिकसम्बन्धेन विवक्षितं किन्तु मुख्यकालवृत्तित्वविशिष्टकालिकविशेषणतासम्बन्धेन । तथा च न दीपत्वदृष्टान्ताऽसङ्गतिः, जन्यतया दीपावयवानां कालिकविशेषणतासम्बन्धेन दुःखप्रागभावाऽधिकरणत्वेऽपि कालोपाधित्वमेव सम्मतं, न तु मुख्यकालरूपता । ततः कालोपाधिवृत्तिताविशिष्टा कालिकविशेषणता दीपावयवेषु वर्तते परं मुख्यकालवृत्तितासमानाधिकरणा कालिकविशेषणता न वर्तते । इत्थं सामानाधिकरण्यसम्बन्धेन मुख्यकालवृत्तिताविशिष्टकालिकविशेषणता दीपावयवेषु न सम्भवति । ततश्च कथं तथासम्बन्धेन तत्र दुःखप्रागभावो वर्तेत ? न हि स्वस्मिन् अवृत्तिः धर्मः स्वस्मिन् कस्याऽपि वर्तने सम्बन्धविधया सहायतामाबिभर्ति । ततः प्रदीपाऽवयवानां मुख्यकालवृत्तिताविशिष्टकालिकविशेषणतास्वरूपसम्बन्धेन दुःखप्रागभावाऽधिकरणता न सम्भवति । तथा च प्रदीपाऽवयवानां मुख्यकालवृत्तित्वविशिष्टकालिकविशेषणतासम्बन्धावच्छिन्न-दुःखप्रागધ્વસના આધાર તરીકે દીપકઅવયવો હવે ગ્રહણ કરી નહિ શકાય. કારણ કે કાલિક સંબંધથી દુઃખપ્રાગભાવના અધિકરણથી તે ભિન્ન નથી. તેથી વ્યાપ્તિસાધક દષ્ટાંત જ ભાંગી પડશે. માટે “દુખપ્રાગભાવની અધિકરણતા કાલિકસંબંધાવચ્છિન્ન હોવી જોઈએ તેવી વિવક્ષા કરવામાં દૃષ્ટાંતઅસિદ્ધિ દોષ નૈયાયિકને વળગી પડશે. આમાં તો બાર સાંધો તો તેર તૂટે તેવી હાલત થાય છે.
નૈયાયિક :- દુઃખપ્રાગભાવની અધિકરણતા કાલિકસંબંધથી નહિ પણ મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટકાલિક સંબંધથી વિવક્ષિત કરવામાં આવે તો ઉદાહરણઅસિદ્ધિ નામનો દોષ રવાના થશે. તે આ રીતેઅનુમાનપ્રયોગમાં મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટકાલિકસંબંધાવચ્છિન્ન દુઃખપ્રાગભાવાધિકરણતાના અનાશ્રયમાં રહેનારા એવા ધ્વંસના પ્રતિયોગીની દૈશિક-કાલિકવિશેષણતાઅન્યતરસંબંધાવચ્છિન્નવૃત્તિતા સાધ્ય તરીકે વિવક્ષિત કરવાથી દીવાના અવયવો દુઃખપ્રાગભાવના અનધિકરણરૂપ બની શકશે. કારણ કે દીવાના અવયવો કાલોપાધિસ્વરૂપ છે. પણ મુખ્યકાલસ્વરૂપ નથી. માટે દીવાના અવયવોમાં રહેનારી કાલિકવિશેષણતા મુખ્યકાલવૃત્તિ ન બની શકે. અર્થાત્ મુખ્યકાલવૃત્તિતાવિશિષ્ટ કાલિકવિશેષણતા જ દીવાના અવયવોમાં રહેતી નથી. તો પછી મુખ્યકાલવૃત્તિતાવિશિષ્ટકાલિકવિશેષણતાસંબંધથી દુઃખપ્રાગભાવનો આધાર દીપકના અવયવો કઈ રીતે બની શકે ? જે ગુણધર્મ પોતાનામાં રહેલો હોય તે બીજાને પોતામાં રહેવામાં સંબંધ તરીકેનું કામ કરી શકે તથા તે ગુણધર્મસ્વરૂપ સંબંધથી તે બીજાનો આધાર બની શકે. પણ જે ગુણધર્મ પોતાનામાં રહેતો જ ન હોય તે ગુણધર્મ બીજાને પોતાનામાં રાખવામાં કેવી રીતે સહાય કરી શકે? ન જ કરી શકે. આમ કાલોપાધિવૃત્તિતાવિશિષ્ટ-કાલિકવિશેષણતાસ્વરૂપસંબંધથી દીવાના અવયવોમાં દુઃખપ્રાગભાવ રહેવા છતાં મુખ્યકાલવૃત્તિતાવિશિષ્ટ-કાલિકવિશેષણતાસ્વરૂપસંબંધથી દીવાના અવયવોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org