Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• સર્વમુરાવિમર્શ •
२०९९ ननु 'शमादावपि संसारित्वेनैव हेतुतेति सर्वमुक्त्याक्षेप इत्यत आहसंसारित्वेन गुरुणा शमादौ च न हेतुता । भव्यत्वेनैव किं त्वेषेत्येतदन्यत्र दर्शितम् ।।७।।
ननु शमादौ मुक्तिसहकारिणि मोक्षस्वरूपयोग्यताऽवच्छेदके वा संसारित्वेनैव अस्तु हेतुता सङ्कोचे मानाऽभावात्, इति हेतोः सर्वमुक्त्याक्षेपः = सर्वजीवमुक्तिसिद्धिः, मोक्षं प्रत्यपि च तेनैव जनितेभ्यः शमादिभ्यः जायमानस्याऽतिशयितशमादेः हेतुत्वाद् इत्यतो नैयायिकाऽऽशङ्कातो ग्रन्थकृद् आह- 'संसा
વિશેષાર્થ :- સામાન્યયોગ્યતા અને વિશેષ યોગ્યતા બન્ને જુદા-જુદા પ્રકારની યોગ્યતા છે. ‘તમામ માટીમાં ઘડો થવાની યોગ્યતા છે તે સામાન્ય યોગ્યતા.આવી ઘટસ્વરૂપયોગ્યતા તો ખાણમાં/ખીણમાં દટાયેલી માટીમાં પણ રહેલી હોય છે. પણ તેટલા માત્રથી ત્યાં તરત ઘડો ઉત્પન્ન થઈ જતો નથી. તથા કુંભારના ચાકડા ઉપર જે માટીનો પિંડ ચઢી ગયેલો હોય, ચક્કર ઘૂમતું હોય, કુંભાર ઘડો બનાવવા માટે સક્રિય અને સાવધાન હોય. તેવા સંયોગમાં તે માટીમાં ઘડો થવાની વિશેષ યોગ્યતા કહેવાય. આ વિશેષયોગ્યતા = વિશિષ્ટયોગ્યતા = સમુચિતયોગ્યતા = અન્યસહકારિકરણમિલિતયોગ્યતા = ફલોપધાયકસ્થાનીય યોગ્યતા. સમુચિત યોગ્યતા = સક્રિય યોગ્યતા અથવા ફલોત્પાદસન્મુખ ફલજનનયોગ્યતા તથા સામાન્ય યોગ્યતા = નિષ્ક્રિય યોગ્યતા અથવા ફલઅનભિમુખ ફલજનનયોગ્યતા-આવું પણ કહી શકાય. કાર્ય ઉત્પન્ન થવામાં ઘણી વાર હોય તે કારણમાં સામાન્યયોગ્યતા મનાય. નજીકના સમયમાં કાર્ય ઉત્પન્ન થવાની તૈયારી ચાલી રહેલી હોય તે કારણમાં વિશિષ્ટયોગ્યતા અર્થાત્ સમુચિતયોગ્યતા મનાય. શમ-દમગુણોથી યુક્ત એવા જીવમાં મોક્ષની સમુચિતયોગ્યતા જૈનો માને છે. મતલબ કે શમ-દમાદિ મોક્ષની સામાન્ય યોગ્યતાના નિયામક નથી પણ મોક્ષની સમુચિતયોગ્યતાના નિયામક = અવચ્છેદક છે. અચરમાવર્ત કાળમાં રહેલા ભવ્યજીવમાં જૈનો મોક્ષની સ્વરૂપ યોગ્યતા માને છે.
વેદ-ઉપનિષદ્ શમ-દમાદિને મોક્ષના સહકારી માને છે. આ વાત જૈનોને પણ માન્ય જ છે. જો શમ-દમાદિને મોક્ષગમનસ્વરૂપયોગ્યતાના અવચ્છેદક માનવામાં આવે તો વેદવચનમાં સંકોચ કરવો પડે. પણ સમુચિતયોગ્યતાવચ્છેદક તરીકે માનવામાં તો સંકોચનો કોઈ સવાલ જ ઉપસ્થિત થતો નથી. કારણ કે શમ-દમાદિ ગુણો જેનામાં પ્રગટેલા ન હોય તેમાં મોક્ષગમનસ્વરૂપ યોગ્યતા માનવાની વાતનો કાંઈ અપલાપ કરવામાં આવેલ નથી. શમ-દમાદિને મોક્ષગમનસ્વરૂપયોગ્યતાના અવચ્છેદક માનવામાં આવે તો જ સંકોચ દોષ લાગુ પડે. કેમ કે તેવું માનવામાં શમ-દમાદિ ગુણોથી રહિત એવા જીવમાં મોક્ષે જવાની યોગ્યતાનો નિષેધ ફલિત થઈ જાય છે. પણ આવું જૈનો માનતા નથી. માટે મુક્તિગમયોગ્યતામાં સંકોચ કે વેદવચનમાં સંકોચ કરવાનો દોષ આવતો નથી. (૩૧/૬)
અતિશયિત શમ-દમાદિની પ્રાપ્તિ ભલે સમુચિત યોગ્યતાથી થાય. પરંતુ સામાન્ય શમ-દમ પ્રત્યે તો સંસારીત્વરૂપે જ કારણતા માનવી પડશે. શમત્વ વગેરેથી અવચ્છિન્ન એવી કાર્યતાથી નિરૂપિત કારણતા તો સંસારિત્વથી જ અવચ્છિન્ન = નિયંત્રિત માનવી પડશે. આવું માનવાથી સર્વ જીવોની મુક્તિ સિદ્ધ થઈ જશે. કારણ કે ઉપરોક્ત કાર્ય-કારણભાવથી તમામ સંસારી જીવોમાં સમાદિની કારણતા સ્વીકૃત થાય છે.
ગાથાર્થ :- સંસારિત્વ ગુણધર્મ ગૌરવગ્રસ્ત હોવાથી તે સ્વરૂપે સમાદિહેતુતા ન માની શકાય. પરંતુ १. हस्तादर्श 'शमावपि' इति त्रुटितोऽशुद्धश्च पाठः । Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org