Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२०७६
• માત્રયસિદ્ધિનિવારાપ્રારા:
‘અવૃત્તિવું:હત્વ મિ’ત્યુત્તાવસિદ્ધિ:, દુ:વત્વક્ષ્ય દુ:વવૃત્તિત્તાત્ ।
=
'ध्वंसे’त्याद्युक्तावपि ध्वंसप्रतियोगिनि, 'कालाऽन्यवृत्ती ' त्याद्युक्तावपि कालान्याऽऽत्मवृत्तिदुःखध्वंसप्रतियोगिनि, कालाऽन्यत्वत्यागे चाऽऽत्माऽन्यकालवृत्तिदुः खध्वंसप्रतियोगिनि दुःखे' विद्यमानत्वात् अथ लाघवेनाऽवृत्तित्वमित्येव पक्षविशेषणमस्त्विति चेत् ? मैवम्, 'अवृत्तिदुःखत्वमित्युक्तौ दुःखत्वस्य दुःखवृत्तित्वात् असिद्धिः आश्रयाऽसिद्धिः प्रसज्येत, पक्षताऽवच्छेदकशून्यपक्षकत्वस्य तल्लक्षणत्वात् । न हि कस्याऽपि विपश्चित आश्रयाऽसिद्ध्यापादकं पक्षतावच्छेदकशरीरलाघवमभिमतम् । न च ध्वंसप्रतियोग्यवृत्तित्वस्य पक्षताऽवच्छेदकताऽस्त्विति वाच्यम्, 'ध्वंसे' त्याद्युक्तावपि = ' ध्वंसप्रतियोग्यवृत्तित्वविशिष्टं दुःखत्वं पक्ष' इत्युक्तौ अपि दुःखत्वस्य दुःखवृत्तित्वाद् दुःखस्य च ध्वंसप्रतियोगित्वाद् ध्वंसप्रतियोगिनि दुःखे दुःखत्वस्य सत्त्वात्सैवाऽऽश्रयाऽसिद्धिः । न च कालाऽन्यवृत्तिध्वंसप्रतियोग्यवृत्तित्वविशिष्टस्यैव दुःखत्वस्य पक्षताऽस्त्विति वाच्यम् अर्थान्तरसिद्धिनिराकरणाय 'कालान्यवृत्ती' त्याद्युक्तावपि कालभिन्ननिष्ठध्वंसप्रतियोग्यवृत्ति दुःखत्वं पक्ष ' इति विवक्षणेऽपि कालाऽन्याऽऽत्मवृत्तिदुःखध्वंसादिप्रतियोगिनि दुःखे दुःखत्वस्य विद्यमानत्वात् सैव दुरुद्धराऽऽश्रयाऽसिद्धिराक्षसी । कालभिन्ने आत्मनि यो दुःखध्वंसो ♦ આશ્રયઅસિદ્ધિનિવારણ માટે પક્ષતાવચ્છેદૌરવ આવકાર્ય :
અવૃત્તિ । પ્રસ્તુતમાં એવી શંકા થઈ શકે છે કે ‘આત્મકાલાન્યવૃત્તિધ્વંસપ્રતિયોગીઅવૃત્તિત્વસ્વરૂપ મોટું વિશેષણ દુઃખત્વને લગાડીએ તેમાં તો પક્ષતાવચ્છેદકગૌરવ દોષ આવે. તેના કરતાં લાઘવથી અવૃત્તિત્વને જ શા માટે પક્ષવિશેષણ તરીકે માન્ય ન કરવું ?' પરંતુ આ શંકા વ્યાજબી નથી. કારણ કે ‘અવૃત્તિ દુઃખત્વ’ પક્ષ તરીકે માનવામાં આવે તો આશ્રયઅસિદ્ધિ દોષ લાગુ પડે. પક્ષતાઅવચ્છેદક પક્ષમાં ન હોય તે આશ્રયાસિદ્ધિ દોષ તરીકે દાર્શનિક જગતમાં પ્રસિદ્ધ છે. દુઃખત્વ તો દુ:ખમાં રહે જ છે. માટે દુઃખત્વનું અવૃત્તિત્વ વિશેષણ દુઃખત્વમાં ન રહેવાથી પક્ષમાં પક્ષતાઅવચ્છેદકની અસિદ્ધિરૂપ આશ્રયાસિદ્ધિ દોષ લાગુ પડશે. જો અવૃત્તિ દુઃખત્વના બદલે ધ્વંસપ્રતિયોગીઅવૃત્તિ દુઃખત્વને પક્ષ બનાવવામાં આવે તો પણ તે જ આશ્રયાસિદ્ધિ દોષ અનિવાર્ય બનશે. કારણ કે દુઃખનો નાશ થતો હોવાથી દુ:ખ ધ્વંસપ્રતિયોગી બને છે તથા ધ્વંસપ્રતિયોગી એવા દુઃખમાં તો દુઃખત્વ રહે જ છે. આમ ધ્વંસપ્રતિયોગીદુઃખનિરૂપિત અવૃત્તિત્વ દુઃખત્વમાં અસિદ્ધ બનવાથી આશ્રયઅસિદ્ધિ = પક્ષતાવચ્છેદકશૂન્યપક્ષકત્વ દોષ દુર્વાર જ છે. જો કાલાન્યવૃત્તિધ્વંસપ્રતિયોગીઅવૃત્તિત્વવિશિષ્ટ દુઃખત્વને પક્ષ બનાવવામાં આવે તો પણ આશ્રયાસિદ્ધિ દોષ દુર્વાર જ બનશે. કારણ કે કાલભિન્ન એવા આત્મામાં રહેનારા દુઃખધ્વંસના પ્રતિયોગી એવા દુઃખમાં દુઃખત્વ જાતિ રહે જ છે. માટે કાલભિન્નવૃત્તિધ્વંસપ્રતિયોગિનિરૂપિતવૃત્તિત્વાભાવ સ્વરૂપ વિશેષણ દુ:ખત્વજાતિમાં ગેરહાજર રહેવાથી આશ્રયાસિદ્ધિ = પક્ષાસિદ્ધિ દોષનું નિવારણ નહિ કરી શકાય.
જો કાલાન્યત્વ છોડીને તેના સ્થાને આત્માન્યત્વને ગોઠવવામાં આવે તો પણ આશ્રયાસિદ્ધિ દોષ તો આવશે જ. કારણ કે આત્માન્યવૃત્તિધ્વંસપ્રતિયોગિવૃત્તિત્વાભાવવિશિષ્ટ દુઃખત્વજાતિ વિશ્વમાં પ્રસિદ્ધ નથી. તે આ રીતે- આત્મભિન્ન એવા કાલમાં કાલિકવિશેષણતાસંબંધથી દુઃખÜસ રહે છે તથા તેના છુ. હસ્તાવર્ગે ‘દુ:વિદ્ય...' ત્યશુદ્ધ: વા:।
Jain Education International
*
द्वात्रिंशिका - ३१/१
For Private & Personal Use Only
=
www.jainelibrary.org