Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
રહ્યું છે. એટલે અહીં ઇતિહાસ કરતાં સંસ્કૃતિ મુખ્ય રહી. પરિણામે વિદેશી મુસાફરે, હ્યુએનસાંગ, ફાહીયાન વગેરે ભારતમાં આવ્યા અને અહીંની સંસ્કૃતિનું દર્શન કરીને ગયા છે. મોહન-જો-ડેર અને હમણું અમદાવાદ જિલ્લામાં લેથલને ટેકરામાં જે અવશેષો સપિયાં છે તે ઉપરથી જોઈ શકાય છે કે અહીંની સંસ્કૃતિ કેવી હતી ? એ ઉપરથી નકકી થાય છે કે ભારતના ઈતિહાસકારોએ સંસ્કૃતિને ઈતિહાસ લખ્યો છે. લોકો શું માનતા હતા ? આર્ય–અનાર્ય કેવી રીતે મળ્યા ? બન્નેને સંગમ કેવી રીતે થયો? તે બધું ત્યાં મળે છે. પણ તેઓ કેવી રીતે લડયા ? વગેરે ત્યાં ગૌણ–વસ્તુ રૂપે છે. ઈતિહાસ દ્વારા તે તે યુગની અને તે તે રાષ્ટ્રની રાજય વ્યવસ્થા, લોક વ્યવસ્થા અને ધર્મ વ્યવસ્થાને સાચે ખ્યાલ આવી શકે છે, અને એ રીતે ભારતને ઇતિહાસ જે રામયાણ-મહાભારતમાં મળે છે, તેને ખરે ઈતિહાસ માની શકાય.
આવા સંસ્કૃતિના ઈતિહાસ અંગે ઘણાંને ઘણાં તર્કો થશે! કોઈ એમ પણ પૂછશે કે ઇતિહાસમાં રામના જુના અવતારો – જન્મ કે ભવનું શું કામ? કે ભગવાન મહાવીરના પૂર્વભવો જણાવવાની શી જરૂર છે ? તે એટલા માટે જરૂરી છે કે માનવ ભવ-ભવે કઈ રીતે પ્રગતિ કર છેવટે રામ, કૃષ્ણ, બુદ્ધ કે મહાવીર બની શકે? તે જાણીને, આપણે પણ કેવી રીતે પ્રગતિ કરી શકીએ તેને રસ્તે મળી જાય છે !
આપણે ત્યાં ઘણી થાઓ લખાયેલી છે, તેમાં પ્રાશિમાત્ર સાથે આપણે સંબંધ બતાવ્યો છે. મહાવીર રાજાના ભાવમાં રહ્યા, દેવના ભવમાં રહ્યા, સિહના ભાવમાં રહ્યા, નરકમાં પણ ગયા.એમ જુદી જુદી નિઓમાંથી પસાર થઈ વિકાસ કરતા આગળ વધ્યા. રામને વનમાં અનેક પશુ-પ્રાણુઓ તેમજ આરણ્યક વાનર જાતિના, ભીલ જાતિના માનોને અનુબંધ થશે. ભગવાન કૃષ્ણને પણ ગોપાલકોને એજ અનુબંધ થયે. આપણે પાણીને દેવ માનીએ છીએ. પવનને ૫ણ દેવ માનીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com