Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
નથી; પણ તેમાંથી જીવનના અનુભવો મેળવવા માટે અને સાચું જીવન જીવવાની પ્રેરણા લેવા માટે છે. ગીતામાં પણ ધર્મ સાથે ઈતિહાસ છે.
હવે ઈતિહાસ એટલે શું તે જોઈએ ! સંસ્કૃત ભાષા પ્રમાણે ઇતિહાસની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે:–ઈતિ + ઇહ + આસ એટલે કે આ પ્રમાણે અહીંઆ થયું તેની વિગત. માનવસમાજની પ્રગતિ અવગતિના જે આંકડા બતાવે તે ઇતિહાસ. જગતની બધી વસ્તુ પરિવર્તનશીલ છે. પરિવર્તન એ કુદરતને ક્રમ છે. માણસ ઈચ્છે કે ન ઇચછે પણ પરિવર્તન ચાલ્યા જ કરવાનું એનું આલેખન તે ઇતિહાસ છે. તેમાં માણસ અગાઉ શું હતો; તેનું વર્ણન અને વિવરણ મળે છે.
આજે જે ઈતિહાસ મળે છે તે કેવળ ૨૫૦૦ થી ૩૦૦૦ વર્ષ પૂર્વેને જ મળે છે. તે અગાઉ ભારતનો ઇતિહાસ કેમ મળતું નથી; એ પ્રશ્ન સામાન્યતઃ પૂછાય છે. એને ઉત્તર એ જ છે કે ભારતના લોકો સંવત, તારીખ, વાર લખવામાં માનતા ન હતા. પણ સાતત્યરક્ષા થાય એ જ મુખ્યત્વે જોતા હતા. રામાયણમાં એતિહાસિક બાબતો આવે છે; મહાભારતમાં પણ આવે છે. પણ તે ઈતિહાસ–રૂપે નહીં, પણ સંસ્કૃતિ-રૂપે જોવા મળે છે. આથી જ પંડિત જવાહરલાલ કહે છે –સંસ્કૃતિનું ઇતિવૃત્ત” એ જ છે ભારતને ઇતિહાસ. જૂના વખતથી ભારતના લોકો એમ માનતા આવ્યા છે કે સમાજ સાથે મળીને જ વ્યક્તિ ઈતિહાસ સર્જી શકે છે. એટલે સમાજને, રાજ્યને અને પવિત્ર વ્યક્તિઓને સહગ લઈને તેઓ ચાલતા હતા. તેઓ માનતા હતા કે વિગતવાળો ઇતિહાસ લખાશે તો તેમાં વ્યક્તિઓ મુખ્ય બની જશે. એટલે ત્યાં ઈતિહાસને બદલે સંસ્કૃતિને ગ્રંથ લખાયે.
રામે જે કામ ઉપાડ્યું હતું તેમાં સીતા, લક્ષ્મણ, હનુમાન સુગ્રીવ વગેરેને સહકાર ન હેત તે તે જેટલું સુંદર બન્યું તેના બદલે કેવળ મારામારી કે કાપાકાપીનું વર્ણન બની જાત. તેના બદલે ત્યાં લડાઈનું વર્ણન આવ્યું ત્યાં પણ મુખ્ય લક્ષ્ય ન્યાય અને સંસ્કૃતિનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com