________________
ધર્મ કેશલ્ય
[૯]
સંપત્તિ આવે ત્યારે ગર્વ કરે નહિ, અને આક્તમાં આવી પડે ત્યારે દુઃખ ધરે નહિ મહાપુરુષનું એ લક્ષણ છે. દ્રવ્યની પ્રાપ્તિથી કઈ મહાપુરુષ થતો નથી.
ચાલુ વ્યવહારથી–દરરોજની ઘરેડથી જે ઉપરવટ જઇ પિતાને માટે ઉચ્ચ માર્ગ સ્વીકારે અને અનુસરે, જે ચાલતે ગાડે બેસી ગમે તેમ જીવન વહન કરવાની રીતથી આગળ વધે, જેના આદર્શ ભવ્ય હાય, જેને પ્રયાસ એ આદર્શ પહોંચવાનો હોય, જે સારા વખતમાં કમળ જેવા પોચા હયો હોય, જે આફત વખતે મહાન પર્વતની શિલા જેવા કર્કશ હૃદયને હય, જે પૈસા કે સંપત્તિ, વિભૂતિ કે માનકીતિ મળે ત્યારે ફૂલાઈ જાય નહિ, જેને માથે દુઃખની નેબતે ગડગડે ત્યારે મનથી જરા પણું હીણે ન થઈ જાય, જેના મન-વચનક્રિયામાં એકવાક્યતા હય, જેને જેમ જેમ ઉશ્કેરવામાં આવે તેમ તેમ એનામાંથી શાંતિ, સુગંધ અને નિર્મળતાના ફુવારા ઊડે–આવા પુરુષ હેય તે મહાપુરુષ કહેવાય છે, દુનિયા એને નમે છે, એના નામના ગુણગાન કરે છે, પ્રભાતમાં એનાં નામસ્મરણથી દિવસ સારે જવાની આગાહી કરે છે અને એ જીવતાં માનતિષ્ઠા અને નમન પામે છે અને એની હયાતી બાદ એનાં નામનાં મંદિર બંધાય છે, એનાં નામોચ્ચારણમાં જનતા જીવનસાફલ્ય માને છે અને એનું જીવન ભાગ્યશાળી-પુણ્યશાળી થાય છે, સાચા જીવનના નામને યોગ્ય થાય છે અને અંતે એ બેયને માર્ગ સ્વીકારી પ્રેયને પ્રાપ્ત કરે છે. અને માનસિક કે આર્થિક સંપત્તિ મળે એમાં ખરેખરું રાચવા જેવું છે પણ શું ? એ તે ચાર દહાડાનું ચાંદરણું છે અને એની પાછળ ધાર અંધારી રાત છે. જે સંપત્તિ અહીં રહી જવાની છે, જેને મેળવવામાં અનેક