________________
ધર્મ કૌશલ્ય
દંભ માયાના પૂતળાસમી રાજદારી ગૂંચવણમાં ખેલ ખેલ્યા કરે કે સ્પર્શ સુખમાં કાળ નિર્ગમન કરે કે અતિ મોટા વેપારની ગડમથલમાં ઘરની, પિતાની કે સંતતિની વિચારણું કરવાને વખત પણ ન મેળવી શકે. આવી પ્રવૃત્તિમય ધમાલમાં ધોરણસરની કે ધેરણ વગરની દડધામમાં પૂરો વિચાર પણ ન કરી શકે અથવા મહા આળસ કે પ્રમાદમાં પડ્યો રહે, ગામગપ્પાં હાંક્યા કરે, કુથલી કર્યા કરે, મુદો સમજ્યા વગર લડાઈની, અર્થશાસ્ત્રની કે દેશની કથા કર્યા કરે. આવી રીતે જિંદગી વેડફી નાખનાર આ અતિ મુશ્કેલીમાં મળેલા દુર્લભ મનુષ્યભવને લાભ ઉઠા વવાને બદલે એને ખેઈ બેસે છે, એને અર્થશૂન્ય બનાવી દે છે અને અંતે હારેલ જુગારીની જેમ લથડિયાં ખાતે પડદાની અંદર પિસી જાય છે, મનુષ્યભવ ગુમાવી બેસે છે.
આવા મનુષ્યનું વર્તન ઘરમાં બેઠા હોઈએ અને બારીએ કાગડે કા કા કરતા હોય તેને ઉડાડવાના કામમાં મહામૂલ્યવાન ચિંતામણિ રત્નને ઉપયોગ કરવા બરાબર છે. ઈચ્છિત વસ્તુ લાવી આપનાર ચિંતામણિ રત્નને આવો ઉપયોગ ઘટે? છતાં અંતરને તપાસ, પોતે આ મનુષ્યદેહને કે બેટે ઉપયોગ કરી રહ્યા છો તે વિચારજો, આવી અનુકૂળતા મળવી મુશ્કેલ છે તે વિભાવજે અને મુખની પંક્તિમાં બેસી બાજી હારી ગયા પછી પસ્તાવું ન પડે તેવું કંઈ કામ કાઢી લેવા નિર્ણય કરજે. બાકી તો કેક આવ્યા, કિક ગયા. અનેક ભવની પેઠે પિતાની આંટ-ફેરે જ ગણવું હોય તે મરજીની વાત છે.
.
चिन्तारत्नं विकिरति कराद्वायसोड्डायनार्थम् । यो दुःषापं गमयति मुधा मर्त्यजन्म प्रमत्तः ॥
દૂર, જાથા ૧, ઉત્તરાર્ધ.