________________
પદાર્થ કૌશલ્ય
(૩૭) જયાં સુધી આ શરીર નીરોગી હેય છેજ્યાં સુધી ઘડપણ ઘર છે, જ્યાં સુધી વિયેની શક્તિ ક્ષીણ પડી ગઈ નથી અને જ્યાં સુધી આખું પરવારી બેઠું નથી ત્યાં સુધી આત્માના શ્રેય માટે ડાહ્યા માણસે ખૂબ પ્રયાસ કરે ઘટે બાકી ઘરને આગ લાગ્યા પછી કૂવે ખેદ એ પ્રયત્ન છે કે ગણાય ?
અત્યારે તારા હાથ પગ ચાલે છે, આંખે કામ આપે, માઇલ બે માઇલને પંથ તું કાપી શકે છે, બે ચાર દાદરા ચઢી શકે છે, બે હાડા ઓછું ખાવાનું મળે કે નકોરડા ખેંચી કાઢવા પડે તે ચલાવી શકે તેમ છે, ઉજાગરા કરી શકે તેટલી શક્તિ છે, કુદરતી હાજત કે તરસને ખેંચી શકે તેમ છે-આવી તારી ઠીક ઠીક શરીરથતિ વર્તે છે તેને લાભ લઈ લે. તને આ ઉપરાંત શારીરિક અનેક લાભે હશે તે તું ગણું લેજે અને તેને ઉપયોગ કરી લે, તેને બદલે શરીર પાસેથી વાળી લે, તેને કસ કાઢી લે.
. અને જે હજી તને ઘડપણ નથી આવ્યું, તને ઊંબરે મોટો ડુંગર નથી થઈ પડ્યો, હજી પગમાં વા” નથી આવ્યું, હજુ પક્ષઘાતથી કે મીઠી પેસાબથી શરીર દેશું નથી થઈ ગયું, હજુ આંખે મોતિયા આવવા માંડ્યા નથી ત્યાં સુધી તારી શરીરશક્તિનો લાભ ઉઠાવી લે, તારી જુવાની કે પુખ્ત ઉમરને કસ કાઢી લે, તારી ચાલતી ગાડીની મજા માણી છે અને એ માડી અટકે તે પહેલાં તેને ખુરા કરી લે અને અત્યારે તારી સર્વ ઈકિયે સાબૂત છે કાનમાં બહેરાશ નથી,