________________
ધર્મ કૌશલ્ય
[૧૦૭ ]
રામ બેલ થઈ જાય, ચાર ચારી જાય કે દેણદાર ખૂટી જાય, પોતે ઘરડો થઈ જાય કે કાળનો સપાટો આવી લાગે એટલે બાંધેલા ભ્રમે તૂટી જાય છે અને પોતે હાથ ઘસતા રસ્તે પડી જાય છે. એના ધનની સ્થિરતાનાં વાદળ વીખરાઈ જાય છે અને કાં તે ધન પલાયન કરી જાય છે અથવા એને છોડીને પોતાને રસ્તો પકડવો પડે છે. વાંદરાને પકડવા માટે નાના મવાળી ગાગરમાં બેર ભર્યા હોય અને એમાં મુઠ નાખી બેરને પકડનાર વાંદરે એમ માને છે કે એને ગાગરે પકડી રાખ્યો છે, પણ મદારી કાકાને એક કોરડો વાગે કે હાથ છૂટી જાય છે, ગાગર નીચે પડે છે ત્યારે મેડું મોડું એને ભાન થાય છે કે ગાગરે એને નહેતે પકડ્યો પણ પોતે ગાગરને પકડી રાખી હતી. સાંસારિક સર્વ અધ્યાસો, આકાંક્ષાઓ, સ્નેહ અને રંગે આવા પ્રકારના હોય છે. સ્થાયી નથી એને એ સ્થાયી મનાવે છે, અસ્થિરને સ્થિર મનાવે છે, પરભાવને સ્વભાવ મનાવે છે અને ખેટી માન્યતા પર રચાયેલી કલ્પિત સૃષ્ટિમાં પ્રાણું હવાતી મારે છે. આખી માન્યતાને પાયો જ ખોટો છે અને ન કરવી, યોગ્ય સ્થાને કરેલ પ્રેમ અતિ જરૂર દગો દે છે, તેમ એને ખોટા પાયા પર રચાયેલી માન્યતાને કારણે થયેલો રાગ દગો દે છે. ધર્મકુશળ માણસ આવા અધ્યાસમાં ન ફસાય, આવા ઉપાટીયા ખ્યાલોથી લેવાઈ ન જાય.
उपायानां लक्षैः कथमपि समासाद्य विभवं भवाभ्यासात्तत्र ध्रुवमिति निबध्नाति हृदयम् । अथाकस्मादस्मिन् विकिरति रजः क्ररहृदयो रिपुर्वा रोगो वा. भयमुत जरा मृत्युरथवा ॥
શાંત સુધારસ