________________
ધર્મ કૌશલ્ય
[ ૧૨૯]
હાય, હારતોરાના ઢગલા થતા હોય, વધામણું આપનાસ્તી હાર લાગી હોય ત્યારે વિજયને પચાવ એ ભારે આકરી વાત છે, આમાં દેખીતો વિરોધ લાગે તેવી વાત છે, પણ તે બરાબર સાચી વાત છે. વિજય વખતે માણસ ઘેલો થઈ જાય છે, ફત્તેહ મળે એટલે એ સાતમે આસમાને ચઢી જાય છે, લોકોની પ્રશંસા સાંભળી એ અંતે “પોતામાં પણ કાંઈક છે” એમ માનત બની જાય છે. “મેં મારી ફરજ ઉપરાંત કાંઈ કર્યું નથી.” અથવા “હું તો સામાન્ય અને આદમી છું ? એમ બેલતાં બેલતાં એને અંદર ગલીપચી થાય છે અને પિતાનું જીવન ધન્ય છે, પોતે ચાલુ જનતાથી વધારે છે, એમ એને અંદર ઊંડે ઊંડે લાગવા મંડી જાય છે. વિજય પચાવવો મુશ્કેલ છે. ડંકો વાગે ત્યારે ડેકને ખરેખર નમાવવી કે કાન આડા હાથ દેવા મુશ્કેલ છે. મીઠી ખુશામત, બહારની પ્રશંસા કે બિરદાવલીની ગાથા ખમી ખાવી ઘણું આકરી છે. એ તે જીવનને સમજનાર, રસ્તો ઓળખનાર, સ્વપરનો વિવેચક શાણે વિવેકી હોય તે વિજયને પચાવી શકે, આત્મધર્મને સમજનાર પિતાનું સ્થાન જાણું લે. બાકી શિખરે ચઢેલો માણસ ત્યાંથી આગળ તે ક્યાં જાય ? એને ઘાત એ હાથે જ વહેરી લે. પણ વિજયને પચાવવાની ધર્મબુદ્ધિ હેક્યમાં જાગતી રાખનાર ખરો ધર્મપ્રિય છે, સાચે નરપુંગવ છે, વિકાસ માગે અવિચ્છિન્ન પ્રયાણ કરનાર સાચો યોદ્ધો છે એમ સમજવું. વિજય કાચ પારે છે, એને જીરવવા માટે સાથે માત્રાને મેળ જોઈએ. સાચા ધર્મપ્રિયને એ આવડે ત્યાં ધર્મનું મૂલ્ય છે.
1. It is difficult to endure success but it pays to do so.
Thoughts of the Great