________________
ધર્મ કૌશલ્ય
[૧૨]
કે મિલક્તનો ઉપયોગ પરને માટે થાય ત્યારે પિતાની જાતને તેટલા પૂરતી કૃતાર્થ માને છે. એને દ્રવ્ય કે આવડતને ઉપયોગ પરને માટે થાય તેમાં ભારે મજા આવે છે, એ મેટા અન્નનાં સ કે વિદ્યાધામે નીરખી આનંદ માને છે અને પિતાને એ ધનવ્યય કરવા ક્યારે તક મળશે એવી ભાવના કરે છે. એને ખાતરી હોય છે કે મોટા ધનપતિ ચાલ્યા ગયા તેની સાથે લક્ષ્મી ગઈ નથી.
ઉદાર દિલના થવું, સખાવતી માનસ રાખવું, સમાજ કે જનતાની આફત વખતે પિતાને ભંડાર ખુલ્લા મૂકી દેવા એ મુશ્કેલ કામ છે, પણ એવું ખમીર કરી દેવું, એ સ્વભાવ પાડી દેવો અને સેવામાં જીવન ગાળવાની સખાવતી વૃત્તિ રાખવી એ ખેલદીલી બતાવે છે, એવા પોપજીવી માણસો પોતાનું કામ કાઢી લે છે, દેશને ઘેરવણી આપે છે અને સમાજને દાખલારૂપ નીવડે છે. મનને એવું બનાવી દેવું જોઈએ કે એ પારકાનું દુઃખ જુએ કે રડવા લાગી જાય, એ જરૂરીઆત જુએ ત્યાં ઘરનાં ભાતાં બાંધીને સેવા માટે ઊતરી જાય, એ દુકાળ, જળપ્રલય કે મારામારીના પ્રસંગે પિતાની જાતને ભૂલી જઈ સેવામાં ઝુકાવી દે અને તેમ કરવામાં રાત કે દિવસ ન ગણે, ભૂખ કે તરસ નું ગણે, એ બીજા કામ ભૂલી જાય અને એને પરની સેવાનું વ્યસન પડી જાય. આવી વિશાળતા, ઉદારતા, મહાનુભાવતા આવવી મુશ્કેલ છે, પણ આત્મવિકાસ માટે જરૂરી છે, લાભકારી છે, મહાકલ્યાણકારી છે. સજ્જન પુરુષની સમૃદ્ધિ પરોપકાર માટે જ હેય એમાં ગોટાળાને દેખાદેખીને, ધાંધલને સ્થાન ન હોય. સ્વભાવસિદ્ધ મહાનતાનાં મૂલ્ય અને ખાં જ હોય છે.
It is difficult to be charitable, put it pays to do so.
Thoughts of the Great