________________
ધર્મ કૌશલ્ય [ ૧૩૧ માનસિક, વાચિક કે કાયિક સ્કૂલનાથી દૂર રહેવું, સ્મલને થવા દેવી જ નહિ એ ભારે ચીવટ, દઢ સંકલ્પ અને એકનિષ્ઠાનું જ પરિણામ હોય છે. આના થવા ન દેવી કે ઇરાદાપૂર્વક કોઈ બાબતમાં ન કરવી એ ખૂબ ઈચ્છવા લાયક હોવા છતાં મુશ્કેલ કામ છે. છદ્મસ્થ મનુષ્ય અનેક ખાડામાં પડી જાય છે, ગુંચવણમાં લપેટાઈ જાય છે, અડચણ આવે ત્યારે તેને સપાટે ચઢી જાય છે, આગળ વધતાં ઠેસ વાગે ને અટવાઈ જાય છે અને કઈક વાર થાકથી, ત્રાસથી, બેદરકારીથી કે ગફલતીથી ભૂલનો ભેગા થઈ પડે છે. એવી ભૂલ ન થવા દેવા માટે હૃદયબળ ખૂબ કામ આપે છે, અંદરને નિશ્ચય કારગત નીવડે છે, સાવધાનતા જાગૃતિ રાખે છે અને સત્ત જાગૃતિ અને ખંતને પરિણામે માણસ સ્કૂલના ઉપર પણ ધીમી પણ મક્કમ વિજય મેળવે છે. - . . આવા પ્રકારની સતત જાગૃતિ રાખવી એ આકરી વાત છે, દુન્યવી આકર્ષણ, સ્થૂળ લાલચો, પૌગલિક ખેંચાણે અને અંતર નિર્ણયની ઉણપ માણસને ભમતો રખડતે, ભૂલાવા ખાતે કરી મૂકે છે. એની ઉપરવટ થઈ જે માણસ ખૂલના પર વિજય મેળવે છે, ભૂલ પર સામ્રાજ્ય મેળવે છે, ધૂળ પર અંતરનું બળ વાપરે છે, તે ખરે ધર્મપ્રિય-ધુમ માણસ છે અને તે અંતે વિજયશ્રી મેળવી સાધ્ય તરફ આગળ વધે છે અને તે મળે ત્યારે જ વિરમે છે.
4 It is difficult to avoid mistakes, but it pays. to do so.
Thoughts of the Great.