________________
ધર્મ કૌશલ્ય
[૧લ્ય] કે અનેક કંપનીઓની સ્થાપના કરત વગેરે વગેરે. આ સર્વ ખાલી ઉધામા છે નિરર્થક માનસિક ચાળા છે, હેતુ પરિણામ વગરનાં નિર્બળ બહાનાં છે અને. આવા વિચાર થાકેલા, હારેલા, પાછા પડેલા, નબળા થઈ ગયેલા કે નાદાર બની ગયેલા જ કરે. હું લખપતિ હેત તે જથ્થાબંધ વેપાર કરત, કે હું કરે૫તિ હોત તો આશ્રમસ્યાન, વ્યાપારગૃહો કે ઉધોગગૃહે બંધાવત આ તો માંદા પડેલાં મનનાં તર્ક વિતર્કનાં જાળાં છે, સનેપાતના વલોપાત છે, હારેલ જુગારીનાં મન મનામણું છે. જે ભડવીર હાય, જે કાર્યકુશળ હાય, જે વેપારીના નામને શોભા આપનાર હોય તે કદી આવા વિચાર કરે નહિ. એ તે જંગલમાં મંગળ કરે, ન હોય ત્યાં નવાં વ્યાપાર ખેડે, બીજાને ન સૂઝે તેવી તરકીબો કા, નવીન ભાતોને ઉઠાવ જમાવે અને કાંકરાના સોના ચાંદી બનાવે. એ કાઈના ડરથી ગભરાય નહિ, એ કોઇના પૈસા જોઈ લોભાય નહિ, એ પાડોશીની ઉન્નતિ જોઈ બળતરા કે ઈર્ષા કરે નહિ, એ એકાદ ઊલટા સપાટાથી શેહ ખાઈ જાય નહિ અને એ વિરુદ્ધ પડતી કુદરત કે આવી પડતી આફતના ફાંદામાં અટવાઈ જાય નહિ. સાચે વેપારી અન્યને વાંક કાઢે નહિ, અન્યની ઉન્નતિની અદેખાઈ કરે નહિ, અન્યના તેજમાં અંજાઈ જાય નહિ, અન્યનાં ગળાં રેસવાની તરકીબો રચે નહિ, બીજાની હવેલી જેઈ પિતાની પડી બાળી નાખે નહિ. કુનેહબાજ સાચો વેપારી તો પોતે જે સ્થિતિમાં આવી પડ્યો હોય તેમાં મેજ માણે. એ જાણે કે હું ને મારી હાટડી, પિત અને પિતાને ડબલો, પોતે અને પોતાની નાનકડી દુનિયા એ જ પિતાનાં સાચાં હલેસાં છે. એને તુંબડે જ પોતે સંસારસમુદ્ર તરવાનો છે, એ હલેસે જ પોતાની નૌકા આગળ ચલાવવાની છે અને એ જ ગરમ પાણીએ પિતાનાં ચોખા પકવવાના છે. એ જાણે કે પોતાને જે કાંઈ મળવાનું છે તે પિોતે છે અને પિતાનાં છે, એનાથી જ પિત મેળવનાર છે અને એ છે એ જ પોતાનું સર્વરવ છે. જે પિતાને શરવાર (સાર વખત)