________________ જીવનને ઘડવામાં ઉપયોગી બે પ્રાણવાન પ્રકાશન ' જ્ઞાનપ્રદી૫ આ ગ્રંથમાં રવ. આચાર્ય શ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજીએ લખેલા આધ્યાત્મિક લેખોને સર્વ—સંગ્રડ રજૂ કરવામાં આવ્યું છે. આ લેખે એટલા ઊંડા અને તલસ્પર્શી છે કે તે વાંચનારને જૈન દર્શનશાસ્ત્રને ઊંડો અભ્યાસ આપોઆપ થઈ જાય છે. ટૂંકામાં આત્મસિદ્ધિ માટે આ ગ્રંથ ખાસ વાચન-મનન કરવા જે છે. લગભગ છ પાનાનો આ ગ્રંથ માટે હોવા છતાં તેની કિંમત માત્ર રૂા. 8-0 રાખવામાં આવેલ છે ( રવાનગી ખર્ચ અલગ) કથાદીપ લેખક મુનિશ્રી ચંદ્રપ્રભસાગરજી (ચિત્રભાનુ ) તત્વચિંતક મુનિરાજશ્રી ચંદ્રપ્રભસાગરજી(ચિત્રભાનુ)ના આ ગ્રંથ સંબંધી સુવિખ્યાત નવજીવન પત્ર પરિચય આપતાં જણુ વે છે કેઃ| જૈન સુનિશ્રી ચંદ્રપ્રભસાગરજીનું આ પુસ્તક આવકારપાત્ર છે. એમાં સંગ્રહિત થયેલી 23 લઘુકથાઓ આપણા જીવનને ઘડવામાં ઉપયોગી થાય એવી છે. તેમાં મુનિશ્રીનું ઊંડું ચિંતન તેમજ નિમળ દર્શન દૃષ્ટિએ પડ્યા વિના રહેતા નથી. દરેક કથાની શરૂઆતમાં આપેલાં વિચાર મૌક્તિકે પણ સુવિચારપ્રેરક છે. સૌને આ પુસ્તક ગમે એવું છે કિંમત દોઢ રૂપિયે (પટેજ અલગ) બન્ને ગ્રંથે આજે જ મંગાવે. શ્રી જૈન આત્માનદ સભા-ઉભાવનગરે