________________
ધર્મ કૌશલ્ય
૧૯૭]
(૯૧)
માત્ર પૈસાના હાલહવાલ પસ ઘણુએ ઉતરાં ખરીદી શકે, પણ ખરે માલ નહિ. એ તમને ખોરાક આણું આપે, પણ ખાવાની રુચિ નહિ; એ તમને દવા આણું આપે, પણ તંદુરસ્તી નહિ; – એ તમને ઓળખીતા મેળવી આપે, પણ મિત્રે નહિ; એ તમને નોકરો જમાવી આપે, પણ વફાદારી નહિ. .
એ તમને આનંબા દહાડા લાવી આપે, પણ શાંતિના કે સુખના નહિ.
વેપારીનું ધ્યાન પૈસા ઉપર હોય છે. એ વેપારની ફતેહને ખ્યાલ કેટલી ધનપ્રાપ્તિ થઈ છે તેના હિસાબ પર કરે. એ વેપાર કરતા જાય અને મનમાં આંકડા ગણતો જાય. એ કોઈ વાર નફે ન થતો હોય તો રાશ કરે, કોઈવાર વધારે લાભ કરવા થોડું નુકસાન પણ કરે, એ ઘરાકને રીઝવવા ગમે તેવી ખુશામત પણ કરે અને જે એ ગોટાળીઓ હેય તે પૈસા મેળવવા ખાતર સાચાં ખોટાં પણ કરે, માલની ફેરબદલી કરે અને કાળાં બાર પણ કરે. એ પૈસા ખાતર ઉજાગર કરે, એ અલ વગરના પણ માલદાર ઘરાકની પળશી પણ કરે અને એ કમાણી કરવા ખાતર પરદેશ ખેડ, ખડે પગે ઊભો રહે અને રાતદિવસ ન ગણતાં ભૂખ તરસ વેઠે, કબાડા કરે અને લુસલુસ ખાઈને પાછો દુકાને ફરે. પૈસા મેળવવામાં એ જીવનસર્વસ્વને ભેગ આપે, નજીવી બાબતમાં આકરાં સેગન પણ ખાઇ બેસે અને સાચાં ખોટાં નામાં માંડે, નવાં દસ્તાવેજ બનાવી અજમટેકસ બચાવવા કે ઓળવવા ખેટા હવાલા પણ માંડે. ધનને એ જીવનનું રહસ્ય સમજે અને ધન ખાતર ન કરવાનું કરી બેસે.