Book Title: Dharm Kaushalya
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 209
________________ [૧૯૬] ધર્મ વૈશય કોઈ દિવસ કોઈ પણ વખતે વળનાર હશે તે તે તેમનાથી જ અને તેમની મારફત જ થનાર છે. જ આવા દેશમાં આપણે યુરોપ અમેરિકા વગેરે દેશના વ્યાપારની વાત કરીએ કે નાની હાટડીમાં હજારે ગાંસડીના સેદાની વાત કરીએ તે ખાલી જીભના લબકારા જ કહેવાય. એમાં કાંઈ વળે નહિ અને વાત કરવાથી કાંઈ વેપાર થાય નહિ અને વેપાર થાય છે તેમાં ઊંચે અવાય નહિ. દરેક માણસને તેની લાયકાત પ્રમાણે જ મળે છે, અને લાયકાત વગરની ઈચ્છાઓ કરવી એ તે માત્ર શેખચલ્લીને જ શોભે. એટલે આપણા સગો વિચારી, આપણી પોતાની સાધન-સંપત્તિનો હિસાબ ગણું આપણને મળી શકવાની શક્ય સામગ્રીને હિસાબ ગણી, પિતાની પથારી પાથરવી અને એથી વધારે મોટી કલ્પનાના જાળમાં ફસાઈ નિરંતર અતત દશાની અગ્નિમાં બળ્યા કરવું નહિ. પિતાના નાના કૂબાને હવેલી માનવી, પિતાની નાનકડી હાટડીને મોટી દુકાન માનવી અને પોતાના નાના કરમંડળને પરિપૂર્ણ વગદાર વટદાર કામદાર વર્ગ માન. વ્યાપારી પાકો હોય તે સમજે કે પોતે છે તે લાખનો માણસ છે, પોતે છે તે બરાબર છે અને તે જે હેય તેમાંથી પિતાને રસ્તો કાઢવાને છે. આટલું સમજે તે અવિરોધપણે પોતાને ભાગ ધપાવે અને અદેખાઈ, ઈર્ષ્યા કે કર્થના કર્યા વગર સંતેવી જીવનનાં સુખને અનુભવે. - - Hero and now is where we live, and if we are to achieve at all, it must be in the condition in which we find ourselves. Rev. J. Melice,

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214