Book Title: Dharm Kaushalya
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 206
________________ ધમ કૌશલ્ય [ ૧૩] એને મન તો ઘી-કેળાં થઈ જાય છે. પછી ઘરાક એના નામ પર ધૂકે કે હવાનત કરે એની એને ચિંતા જ હોતી નથી. એ તો પિતાના ગર્વમાં તણાતો જ છે અને પિતાની છેતરવાની કળામાં પોતાની હશિયારી માટે પોતાની જાતને. થાબડ્યા કરે છે. આ ટૂંકી નજર છે, અવ્યાપારી નજર છે, ટૂંકી દૃષ્ટિનું પ્રદર્શન- છે, અવ્યવહાર બાલિશતા છે. આવી ટૂંકી નજરે ઘણા ફસાઈ જાય છે, ટૂંકાળમાં લેવાઈ જાય છે અને અંતે વેપારી તરીકે પાછા પડે છે. બાટા કહે છે કે પોતે જ્યારે કોઈ હકીકતને ધંધાને નુકસાન કરે તેવી જાણે ત્યારે પિતે અંગત સ્વાર્થથી દૂર રહેલ છે અને કેટલીક વખતે તે ધધા ખાતર પોતાની અને પોતાના માણસની જાતને જીવનના જેભમાં પણ મૂકી દીધેલ છે. આવા ધંધા ખાતર ભોગ આપવાનો વિચાર માત્ર પૈસા મેળવવા ખાતર થઈ શકતો નથી. મોલમાં ભારોભાર કાંજી નાંખવી, ઘીમાં વેજીટેબલ ઉમેરવું, લવીંગમાં તેલ વધારવા માટે ડાંખળીઓ નાખવી, તલના તેલમાં સેંધું શીંગનું તેલ નાખવું, ઘઉંમાં કાંકરા નાખવા, રૂનાં ધોકડાં બાંધતાં અંદર પથ્થર નાખવા, સાકરને બદલે ગોળની ચા આપવી-એ ધંધે વેપારીને શોભે નહિ. કાળા બજાર વેપારીને કલંક ચઢાવે, ભળતી વાત કરી માલ ઠસાવવાની દાનત વેપારીને હલકો બનાવે અને ખેટા રંગ, હલકા ફુગાવા કે કાચા રંગને ઉપયોગ કદી હાંલાને શીક ન ચઢાવે. થોડો વખત ગે ચાલે, પણ અંતે દૂધના દૂધમાં જાય અને પાણીનાં પાણીમાં ભળે. . માટે સાચા વેપારી થવું હોય તે વેપારની ધગશ હોવી જોઈએ, વેપારમાં નામના કરવાની તમન્ના હેવી જોઈએ. નામનાની પાછળ સત્યની પ્રતિજ્ઞા જોઈએ અને પ્રતિના પાછળ સ્ત્ર વિસ. અને પાકો નિશ્ચય જોઈએ. જેણે વેપાર જમાવવું હોય તેણે ઘરનું કરવાની ઈચ્છા ૧૩

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214