________________
ધર્મ કૌશલ્ય
[૪૫]. [ ૬૬ ] ગ ઠપકો વહેરી-સ્વીકારી લે મુશ્કેલ છતાં હિતકારક છે.
માણસ ગમે તેટલો સાવધાન હોય તો પણ તે પકાને પાત્ર અવશ્ય થાય છે, કારણ કે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે. અને ભૂલને અંગે ઓછેવત્તે અંશે એ ઠપકાને પાત્ર જરૂર થાય. પણ હકીકત એવી બને છે કે મનુષ્ય પોતાની ભૂલ અને પિતાને વાંસે જોઈ શકતો નથી અને પરિણામે ભૂલનો સ્વીકાર કરવાની કે ઠપકો સહન કરી સાંભળી લેવાની વૃત્તિ બહુ ભાગ્યે જ થાય છે, ત્યારે પિતાની. ભૂલ ઉડાવવાની, ઠપકો બીજાના શિરે ઢાળી દેવાની અને પોતે જાણે નિર્દોષ, નિખાલસ અને માત્ર ટીકાકાર દ્રષ્ટા હેય એવો દેખાવ કરવાને એ લલચાઈ જાય છે, અને ઘણીવાર તો પિતે ચાહન ગુન્હો કર્યો હોય અથવા પિતાની ભૂલ જાણતાં અજાણતા થઈ ગઈ હોય તો પણ તેને બચાવ કરવાની વૃત્તિ તેનામાં થઈ આવે છે. ઘણાખરા માણસો પોતાની ભૂલ બીજા ઉપર ઢોળી નાખવામાં ગર્વ લેનારા હોય છે, પિતાને દોષ જાણવા છતાં તેને નરેય વાસનાર બની ગયેલા હોય છે અને કેાઈ ઠપકો આપે તે તેમાં પિતાનું અપમાન સમજનારા હોય છે. છેવટે કાંઈ ન ફાવે તો સામા ઉપર ઢાળનારા, તેમ ન બને તે બહાના કાઢનારા અને અંતે કાંઈ નહિ તે વસ્તુમાં કે પડોશીમાં કે નજીકનામાં સાચી ખોટી વાતને, સૂચનાને કે આડે તરવાનો આરોપ કરનારા હોય છે.
બાઝી કોઈ પણુ કાર્યની પિતાની સાચી જવાબદારી સ્વીકારવામાં તો ઘણી સરળતા, દીર્ધ વિચારણું અને મને મંથનની જરૂરિયાત રહે છે. એ સર્વ સહેલાં શબ્દો હોવા છતાં ગુણ તરીકે વ્યવહારમાં બહુ ધેરા સગુણો હેઈને ખૂબ મને મંથન અને આત્મપ્રતિભાસ ભાગે તેવી વાત છે.
૧૦