________________
M] ધર્મ જૈસલ્ય.
માણસ પિતાના તાનમાં મસ્ત હોય છે. એનામાં વિશેષ વિયા રણું ન હોય તે યે સાચી કે બેટી બાબતમાં જવાબદારી સ્વીકારવા તૈયાર હોતું નથી. એણે ભૂલ કરી હોય કે એની સ્કૂલના થઈ ગઈ છે, તે પણ એ પોતાને બચાવ કરવાનાં છીંડા શેશે, એ વસ્તુની, સાસતી, સંયેની ભૂલ બતાવવા લલચાઈ જશે પણ સરળતાથી સાગ્રી ભૂલ વખતે પણ ઠપકો સાંભળવા તૈયાર નહિ હેય. એના હાથમાંથી ઠામ કે વસ્તુ પડી જાય કે એ ઊંઘતે પકડાઈ જાય, તે પણ એ પિતાને ગુન્હ સ્વીકારવાની સરળતા ભાગ્યે જ દાખવશે. .
એનું કારણ માન નામનો અવિકાર છે. માણસ પિતાને પિતાના વર્તુળમાં ના બનવાની કે કહેવાવાની વાત પસંદ કરતા નથી. એના દિલમાં ઠપકાને સ્વીકાર કરે એ એક જાતની માનહાનિ લાગે છે. એટલા માટે યોગ્ય બાબતમાં સાચા ઠપકાને સ્વીકાર કરવો આકરે પડે છે. એ વસ્તુને, પાત્રને, પડખે અડખેના સંયોગોને વાંક કાઢશે, એ ગુન્હાને કે ભૂલને બીજા પર ઢળી દેવા વલખાં મારશે, પણ સાચી બાબતની જવાબદારી સ્વીકારી લેવાની સરળતા ભાગ્યે જ બતાવશે. તેટલા માટે કેમ બાબતમાં ઠપકે ખમી ખાવાની બાબત મુશ્કેલ તે જરૂર છે, પણ તે સ્વીકારવાની આવડત જેનામાં આવી જાય છે તે અંતે સંયમી જીવન જીવી સરળતાનો દાખલો બેસાડે છે અને એવી સરળ વૃત્તિ અંતે એના આત્મવિકાસમાં ખૂબ મદદ કરે છે. અને આવી રીતે ઠપકાને સ્વીકાર કરવામાં નાનપ માનવાનું કારણ નથી. સરળતાથી પ્રાણીની પ્રગતિ ખરેખરી થાય છે અને ધર્મ રાનને મૂલવનાર વગર આંચકે એને આદરી સાચી ગુણવત્તા બતાવે છે
* It is hard to shoulder deserved blame but it always pays.
Thoughts of the Great