Book Title: Dharm Kaushalya
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 187
________________ [t&v] ધર્મ કૌશલ્ય ( ૮૦ ) નજીવી બાબતમાંથી લાશ તારવે એ મુકેલ છતાં હિતકારક છે. આ ઘણી અગત્યની બાબત છે. ઘણી વખત આપણે નાનામાં નાનો લાભ લઈને સંતોષ પકડીએ છીએ. તેમ ન થવું જોઈએ, પણ નાની વાત ગણવી કોને ? તે બાબતમાં મતભેદ થવા સંભવિત છે. આપણે ઘણી વખત બાબતને, વસ્તુઓને કે કાર્યને અગત્ય આપીએ છીએ, પણ વસ્તુતઃ ત્યાં જ ભૂલ થાય છે. આપણું કામને કે બાબતને ઘણું વખત અગત્યની ગણીએ છીએ અને બીજાનાં કાર્યને અથવા બાબતને એટલી અગત્ય આપતા નથી; એ બેટી વાત છે. એવે પ્રસંગે માણસની કિંમત થાય છે, એટલે માણસે કોઈ પણ કાર્યને નજીવું ગણવું ન જોઈએ. અલવાન માણસ હોય તે નકવી દેખાતી બાબતમાંથી પણ લાભ મેળવી શકે એટલે આકલની કિંમત બાબત ઉપર કે કાર્ય પર નથી થતી. તેમાંથી લાભ કેમ અને કેટલો મેળવે તેનું મૂલ્ય થઈ જાય છે. જ્યારે અક્કલવાન માણસ લાભ મેળવી શકે છે ત્યારે ધર્મિષ્ટ માણસ તે ઘણે લાભ મેળવી શકે છે. વસ્તુતઃ એની નજરે કોઈ બાબત કે કાર્ય નજીવું હોય જ નહિ. નજીવા દેખાતા કાર્યમાંથી લાભ તારવો એ અકકલ અને આવડતને નમૂને પૂરું પાડે છે. તેટલા માટે નજીવા દેખાતા કાર્યમાંથી લાભ તારવો એ આવડતનું કામ છે. નજીવામાંથી શું લાભ મેળવી શકાય ? એ સવાલ જરા અટપટી હાઈ ખુલાસો માંગે એ જરૂરી છે. એટલે નજીવોને નજીવું કાર્ય કે ક્રિયા માનવી નહિ અને પિતાની ગરીબાઈ હોય તે તેથી ગભરાવું નહિ.

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214