________________
ધર્મ કૌશલ્ય
(૭૨) દુઃખ એ મનુષ્યને શિખવનાર માટે ધર્મગુરુ.
છે. તેની નીચે આત્માઓ વિકસે છે. દુનિયાના સર્વ માણસો સુખને ચાહે છે અને તે મેળવવા માટે પ્રયત્ન કરે છે. તે માટે શિક્ષણની જરૂરિયાત રહેતી નથી. બીજા માણસો તમારી સાથે કેવી રીતે વર્તે છે તે સુખપ્રાપ્તિને એક નિર્ણિત ઉપાય છે' અને તેને સમજવામાં ઘણું મનુષ્ય નિષ્ફળ જાય છે. અજંપાનું કિરણ બને છે. અજપાને માણસ દુઃખ માને છે, પણ તે વાસ્તવિક રીતે દુઃખનું કારણ સમજ નથી અને નકામાં વેરવિરોધ વધાર્યા કરે છે.' એમ જોતાં જણાશે કે દુઃખ એ વસ્તુતઃ દુઃખ નથી, પણ આભાસ માત્ર છે. દુઃખમાં વધારે દીન-ગરીબ તરફ નજર થાય છે અને તમે જે વાસ્તવિક દુઃખની તારવણું કરવા માગતા હે તે તમારાથી વધારે દુઃખી માણસને જોશે અને તેનું દુ:ખ સમજશે તો તમને તમારું દુઃખ સહન કરવું જરા પણ મુશ્કેલ લાગશે નહિ. તેટલા જ માટે દુ:ખમાં વધારે દુ:ખી માણસને જોવાનું કહેવામાં આવ્યું છે. એ રહસ્ય જે સમજે તેને વાસ્તવિક રીતે દુઃખ ખમવું મુશ્કેલ લાગતું નથી. એ દુઃખને આનંદથી ભેગવી લે છે અને સર્વથી વધારે લાભ દુઃખ સહન કરનારને એ થાય છે કે એનો આત્મા વધારે વિકાસ પામે છે; એટલે દુઃખમાં વધારે દુઃખીને દેખવા, આંધળાને જેવું, ભાઈ વગરના, બહેન વગરના, ધન વગરના માણસને જેવા, તંદુરસ્તી બાબતમાં નબળા ઉપર નજર રાખવી. એને પરિણામે આત્મવિકાસ વધી જશે એ મહાન લાભ છે અને દુઃખ ઊડીને એંટી જતું નથી એ વાત ખાસ ધ્યાનમાં રાખવા યોગ્ય છે અને ઘણું ગંભીર રીતે વિચાર કરવા લાયક છે. એમાં જે પાછા પડે છે તે દુઃખ સહન કરી શક્તા નથી અને નકામી રીતે આત્માને વિકાસ અટકાવી દે છે.