Book Title: Dharm Kaushalya
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 173
________________ [૧૬] ધર્મ કૌશલ્ય કામમાં તે પૈસાની રકમ માટે વસિઅતનામાથી તે રકમ મૂકી જાય તે પણ એ બીજા માણસના પૈસા થયા. એટલે વીલ કરનાર અથવા ન કરનાર પારકાના પૈસે ઉદાર બને છે; અને તેટલા જ માટે છાપાંએમાં વીલ વગર જનારની રકમ એ પારકી થાપણુ જ તરીકે આવે છે. એટલે અમુક વર્ષમાં પૈસા ડેપ્યુટીન આવે તે સર્વ પારકી થાપણ છે એમ સમજવું. પોતે ન વાપર્યા તે પૈસાને અંગે વસિયતનામું થાય અને એ સખાવત થાય તેની પારકાને પૈસામાં ગણના થાય છે એ વાતમાં વિચાર કરવા જેવું તે ઘણું લાગે છે, પણ તે જદી જ વાત છે. તમે પાસ્કાના પૈસાની એટલે પારકાને આપવાના પૈસાની સખાવત ન જ કરી શકે એવી બેકનની સૂચના છે. એટલે તમારા હાથે સારું ટ્રસ્ટ કરો કે બીજી રીતે તમારી હયાતિમાં પૈસાનો સંવ્યય કરે, છેક છેલ્લી ઘડી સુધી એ વાત મુલતવી રાખ મા એ એને કહેવાનો આશય છે અને હાથે તે સાથે જ છે. બળતાં ઘરને કૃષ્ણાર્પણ કરનાર આ દુનિયામાં જોવામાં આવે છે, પણ તે પોતે ન જ વાપરી શકે. પણ બળતા ઘરને લેવાય તેટલો લાભ લીધો, અને આ ભવમાં હયાતિમાં ન લાભ લીધે એવી વાત થશે; માટે છેલ્લી ઘડી સુધી સખાવતને મુલતવી ન રાખે. કરવું હોય તે હમણું કરો અને જેમ બને તેમ જલદી સખાવત કરે એમ કહેવાનો આશય છે. ધર્મિષ્ટ માણસ છેક છેલ્લી ઘડી સુધી સખાવતને મુલતવી ન રાખે. - - He that defers his charity until he is dead is, if a man weighs it rightly, rather liberal of another man's 'goods than his own - Bacon

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214