________________
[૧૬]
ધર્મ કૌશલ્ય
કામમાં તે પૈસાની રકમ માટે વસિઅતનામાથી તે રકમ મૂકી જાય તે પણ એ બીજા માણસના પૈસા થયા. એટલે વીલ કરનાર અથવા ન કરનાર પારકાના પૈસે ઉદાર બને છે; અને તેટલા જ માટે છાપાંએમાં વીલ વગર જનારની રકમ એ પારકી થાપણુ જ તરીકે આવે છે. એટલે અમુક વર્ષમાં પૈસા ડેપ્યુટીન આવે તે સર્વ પારકી થાપણ છે એમ સમજવું. પોતે ન વાપર્યા તે પૈસાને અંગે વસિયતનામું થાય અને એ સખાવત થાય તેની પારકાને પૈસામાં ગણના થાય છે એ વાતમાં વિચાર કરવા જેવું તે ઘણું લાગે છે, પણ તે જદી જ વાત છે. તમે પાસ્કાના પૈસાની એટલે પારકાને આપવાના પૈસાની સખાવત ન જ કરી શકે એવી બેકનની સૂચના છે. એટલે તમારા હાથે સારું ટ્રસ્ટ કરો કે બીજી રીતે તમારી હયાતિમાં પૈસાનો સંવ્યય કરે, છેક છેલ્લી ઘડી સુધી એ વાત મુલતવી રાખ મા એ એને કહેવાનો આશય છે અને હાથે તે સાથે જ છે. બળતાં ઘરને કૃષ્ણાર્પણ કરનાર આ દુનિયામાં જોવામાં આવે છે, પણ તે પોતે ન જ વાપરી શકે. પણ બળતા ઘરને લેવાય તેટલો લાભ લીધો, અને આ ભવમાં હયાતિમાં ન લાભ લીધે એવી વાત થશે; માટે છેલ્લી ઘડી સુધી સખાવતને મુલતવી ન રાખે. કરવું હોય તે હમણું કરો અને જેમ બને તેમ જલદી સખાવત કરે એમ કહેવાનો આશય છે. ધર્મિષ્ટ માણસ છેક છેલ્લી ઘડી સુધી સખાવતને મુલતવી ન રાખે.
-
-
He that defers his charity until he is dead is, if a man weighs it rightly, rather liberal of another man's 'goods than his own
- Bacon