________________
ધર્મ કૌશલ્ય
( ૧૪
ખૂબ રસપ્રદ બને છે. સાધાણું રીતે ધર્મપ્રિય મનુષ્યમાં ચાલું ચીલો બહુ અગત્યને માર્ગ ગણાય છે. એણે નહાવાના, ખાવાના, પહેરવાના, બોલવાના નિયમો બાંધેલા હોય છે. એ વસ્તુ વિપરાશની પણ સંખ્યા અને તેને તેલ માપ મુકરર કરે છે અને ચાલુ નિયમને અનુસરવામાં પોતાની ફરજ માને છે. ઘણાખરા માણસે સ્વતંત્ર વિચારણું કરી શકતા પણ નથી અને કરવા જાય તે અત્યક, ગોટાળા કે મનનાં મનામણુમાં વિવશ બની જાય છે. એવા મનુષ્ય માટે ચાલુ ચીલે ચાલ્યા કરવું એ લાભપ્રદ છે, એ માર્ગ આચરવા જાય તો અને ભ્રષ્ટ તો ભ્રષ્ટ થઈ જાય છે અને બુદ્ધિબળને ઉપગ છૂટછાટ કે અપવાદસેવનને અંગે જે કરવા લાગી જાય છે. એમને માટે તે ચાલુ ચીલું બહુ લાભકારક છે, એને સ્થિર રાખનાર ઉપકારક તત્વ છે અને પરિણામે એને વિકાસ એ રીતે જ સધાય છે, પણ આંતરવિકાસમાં ખૂબ આગળ વધેલા અને પિતાને સ્વયં નિર્ભય સામે માગે કરી શકે તેવા આત્મજીવી જે કદાચ ચીલામાંથી ચોતરે તે તેમાં તેમનું હિત છે. અસાધારણ ગબળવાળા જીવનને રસ સાથે સંયમને વણી દેનારા અને મન પર અસાધારણ કાબૂ ધરાવનાર ચાલુ પ્રવાહથી આડાઅવળા થાય, જંગલમાં રહે કે મહાન પડિમા વહે તે તેમને ઘણે લાભ થાય છે. ચાલુ દુનિયા માટે તો ચીલાને માર્ગ જ સારે છે. ઘણું અનુભવથી દેરાયેલો છે અને તેનું અનુસરણ લાભકારક છે. પણ અસાધારણ વિભૂતિ વિશિષ્ટ માર્ગે વિકાસની નજરે સંચરે તે તેને પોતાને જરૂર લાભ થાય. સમાજસ્વાસ્થ બગડે નહિ, મૂળ, માર્ગને હાનિ ન પહોંચે તે રીતે તે પિતાની આત્મસાધના કરે તો વૈયક્તિક રીતે તે લાભ મેળવે. આમ જનતા માટે તે ચીલો જ સારો છે.
It is difficult to keep out of a rut but it pays to do so. .. Thoughts of the Great.