________________
ધર્મ કૌશલ્ય [ ૧૩૭] અને આવા પ્રકારના આત્મનિરીક્ષણને પરિણામે ભવિષ્યમાં એવા સંયોગો ન થવા દેવા, અથવા આવી પડે તે તેને તાબે ન થવા નિર્ણય કરે છે. એ થએલ ખલના માટે ખૂબ ખેદ પામે છે અને ભવિષ્યમાં એવી જ સ્કૂલના ન થઈ જાય તેને નિર્ણય કરે છે. આવી રીતે થયેલ ભૂલમાંથી પણ લાભ લઈ શકાય છે અને તે માટેની જવાબદારી સ્વીકારવાની નામાં ધીરજ હોય અને ભવિષ્યમાં એવા સંજોગોમાં ચેતતા રહેવાની જેની નિર્ણિતતા હોય તેને ખૂબ લાભ થાય છે, તેની પ્રગતિ વધી જાય છે, તેને સાધ્ય તરફનો માર્ગ સરળ બનતે જાય છે અને તે મનુષ્ય થયેલ ભૂલમાંથી લાભ ઉઠાવે છે અને નુક્શાનના સોદાને નફાકારક સોદામાં ફેરવી શકે છે.
ભૂલમાંથી લાભ ઉઠાવે એ ઘણું મુશ્કેલ વાત છે. સાધારણ રીતે માણસ ભૂલને બચાવ કરવા લાગે છે, બીજાના પડવાઈએાના દાખલા આપે છે અને પોતે સતની પૂછડી હોય તેવો ડોળ કરે છે. આવા માણસો મોટી સંખ્યામાં હોય છે. ઘણાખરા તો તેથી આગળ વધીને ભૂલને સ્વીકાર પણ કરતા નથી, પણ સરળભાવે ભૂલને સમજી તેમાંથી લાભ ઉઠાવવો એ ભારે આકરી વાત છે, સરળ સ્વભાવી અને અલ્પભવીને જ એ સૂઝે છે અને જેને સૂઝે છે તે ખરેખર ધર્મપ્રિય છે અને એને ધર્મકુશળતા વરી છે એમ સમજવું. બાકી જનતાને ચીલે ચાલતાં તે અનેક ભ કર્યા અને ખાડા ટેકરામાં પડી ગયા. ભૂલનો લાભ ઊઠાવી તેની ઉપરવટ જાય તે સાચે ધમાં સમજો.
profit by mistakes but
It is dificult to it pays to do so.
Thoughis of the Great.