________________
[૧૬]
ધર્મ કૌશલ્ય
ભૂલને લાભ લે એ મુશ્કેલ છે, છતાં લાભદાયક બાબત છે.
ભૂલ થવા ન દેવી એ એક વાત છે. અથવા ભૂલને સ્વીકાર કરી તેવો બીજી વાત છે. ભૂલન થવા દેવી એ સાવધાનતા બતાવે છે અને થઈ ગયેલ ભૂલને સ્વીકાર કરે એ સરળતા બતાવે છે પણ સ્કૂલના કે ભૂલને અંગે એક ત્રીજી એટલી જ મહત્ત્વની વાત છે અને ધર્મદષ્ટિએ આત્મવિકાસની નજરે તેનું પણ ઘણું મહત્ત્વ છે. થયેલ ભૂલને લાભ - લે એ કૌશલ્ય બતાવે છે, સાચી ધર્મપ્રિયતા બતાવે છે અને માણસને ચાલુ થરની ઉપરવટ લાવી મૂકે છે. સ્કૂલના કે ભૂલનું આ અતિ ઉજ્જવળ અંગ ખૂબ વિચારણું માગે છે, એમાં પશ્ચાતાપ સાથે દઢ સંકલ્પ, ધમકશળતા સાથે વ્યવહારદક્ષતા સંકળાયેલી હોય છે અને તેને બરાબર તસ્વરૂપે સમજી તેમાંથી લાભ ઉઠાવવો એ માણસની ક્ષમતા, આવડત અને આગળ પ્રગતિના નિશ્ચયનું ભાન કરાવે છે.
કોઈ પણ બાબતમાં સ્કૂલના થઈ જાય તે સાચો ધર્મપ્રિય સજજન પિતાનાં મનમાં વિચાર કરે છે, કે પિતાની કઈ નબળાઈને લઈને એ ભૂલ થઈ ગઈ, એ ન ખાવાના, પીવાના, પહેરવાના, વતવાના કયા નિયમ કે ધરણને ભંગ કરવાને પરિણામે અથવા કયા મનેવિકારને વશ પડી જઈને પોતે ભૂલ કરી બેઠો એનું એ જાતે આત્મનિરીક્ષણ કરે છે, એ પોતાની જાત પર વિચારણા કરે છે, વિશુદ્ધ વર્તનની પારાશીશી એ પિતાના મગજ ઉપર મૂકે છે અને ક્યા કારણે
સ્કૂલના થઇ, કયાં બેદરકારી થઈ, કયા પ્રકારની લાલચને પતે વશ થઈ ગયે. આવી અનેક બાબતનું એ નિરીક્ષણ કરી જાય છે અને સ્કૂલના બીજાની દોરવણ કે સૂચનાથી થઈ ગઈ હોય તે પણ તે પોતાની ભૂલ, પિતાની અ૫ષ્ટિ અને પગલિક ગૃદ્ધિ તેમાંથી શોધી કાઢે છે.