SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૬] ધર્મ કૌશલ્ય ભૂલને લાભ લે એ મુશ્કેલ છે, છતાં લાભદાયક બાબત છે. ભૂલ થવા ન દેવી એ એક વાત છે. અથવા ભૂલને સ્વીકાર કરી તેવો બીજી વાત છે. ભૂલન થવા દેવી એ સાવધાનતા બતાવે છે અને થઈ ગયેલ ભૂલને સ્વીકાર કરે એ સરળતા બતાવે છે પણ સ્કૂલના કે ભૂલને અંગે એક ત્રીજી એટલી જ મહત્ત્વની વાત છે અને ધર્મદષ્ટિએ આત્મવિકાસની નજરે તેનું પણ ઘણું મહત્ત્વ છે. થયેલ ભૂલને લાભ - લે એ કૌશલ્ય બતાવે છે, સાચી ધર્મપ્રિયતા બતાવે છે અને માણસને ચાલુ થરની ઉપરવટ લાવી મૂકે છે. સ્કૂલના કે ભૂલનું આ અતિ ઉજ્જવળ અંગ ખૂબ વિચારણું માગે છે, એમાં પશ્ચાતાપ સાથે દઢ સંકલ્પ, ધમકશળતા સાથે વ્યવહારદક્ષતા સંકળાયેલી હોય છે અને તેને બરાબર તસ્વરૂપે સમજી તેમાંથી લાભ ઉઠાવવો એ માણસની ક્ષમતા, આવડત અને આગળ પ્રગતિના નિશ્ચયનું ભાન કરાવે છે. કોઈ પણ બાબતમાં સ્કૂલના થઈ જાય તે સાચો ધર્મપ્રિય સજજન પિતાનાં મનમાં વિચાર કરે છે, કે પિતાની કઈ નબળાઈને લઈને એ ભૂલ થઈ ગઈ, એ ન ખાવાના, પીવાના, પહેરવાના, વતવાના કયા નિયમ કે ધરણને ભંગ કરવાને પરિણામે અથવા કયા મનેવિકારને વશ પડી જઈને પોતે ભૂલ કરી બેઠો એનું એ જાતે આત્મનિરીક્ષણ કરે છે, એ પોતાની જાત પર વિચારણા કરે છે, વિશુદ્ધ વર્તનની પારાશીશી એ પિતાના મગજ ઉપર મૂકે છે અને ક્યા કારણે સ્કૂલના થઇ, કયાં બેદરકારી થઈ, કયા પ્રકારની લાલચને પતે વશ થઈ ગયે. આવી અનેક બાબતનું એ નિરીક્ષણ કરી જાય છે અને સ્કૂલના બીજાની દોરવણ કે સૂચનાથી થઈ ગઈ હોય તે પણ તે પોતાની ભૂલ, પિતાની અ૫ષ્ટિ અને પગલિક ગૃદ્ધિ તેમાંથી શોધી કાઢે છે.
SR No.023349
Book TitleDharm Kaushalya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Atmanand Sabha
Publication Year1959
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy