________________
ધર્મ કેશલ્ય
[૧૩]
આવ્યું છે! એમ જે દુનિયામાં સાફાઈ કરનારા થઈએ તે છોકરાંએને સાળ મેકલવા પડે. એ તે બધાને જેમ થતું હોય તેમ થાય, પિતે તે એવા ક્યા મેટા ત્યાગી કે સંન્યાસી થઈ બેઠા છે તે વળી ભારે ચોખલીઆ થઈ બેસીએ ?' આ સવે વ્યવહારડાહ્યાઓની સલાહ વહેવારૂ થવાની હોય છે અને “વહેવારૂ’ શબ્દઘણીવાર ગેટા વાળવાના અર્થમાં વપરાય છે.
2. અંતરાત્માને અવાજ તે એક મહાન ચીજ છે. એ દરેકને હોય છે, પણ તેનાં પર તુરત જ બીજી ક્ષણે પૌદગલિક સાંસારિક વિકારનું જોર આવે છે અને તે અંતરાત્માના અવાજને દાબી દઈ તેના પર માયાનું જાળું ગોઠવી દે છે અને પછી તો જોઈ લો ભાઈશ્રીના ગોટાળા ! એ તો પછી આત્માની ભીડના તુચ્છ કાર્ય ઉપર પટ પોલીશ લગાવશે અને વસ્તુતઃ આત્માને અંદર ઊંધાડી દેશે. ખરો આત્મલક્ષી ધર્મપ્રિય માણસ તે વખતે સ્નેહ, સંબંધ, નામ કે મારાતારાપણું વિસારી મૂકી માત્ર અંતરાત્માના અવાજને આગળ કરે છે. એથી એને ઐહિક અને આમુષ્મિક લાભ થાય છે અને કદાચ દુનિયા એને ગાંઠે, મૂરખ કે અવ્યવહારૂ કહે તેની એ દરકાર ન કરતાં આત્માના અધિકારી ફરમાનને અનુસરે છે. આ આમિક અવાજને શોધ, પાળ અને પોષવો મુશ્કેલ તે પડે, પણ ધર્મપ્રય માણસને જે સાચો ધર્મ વસ્યા હોય અને પોતાને ખરે વિકાસ સાધવે હેય તે આ આત્માના અવાજને જાણુ–સમજી તેને જે અનુસરવું એ જ ખરી ધર્મ પ્રિયતા છે, તેમાં ચેતનને વિકાસ છે અને અતિ વિજય વરમાળ છે.
. It is difficult to obey conscience but it pays to do so.
Thoughts of the Great