________________
t૧૩૪ ] ધર્મ શલ્ય
(૧) આત્માના અવાજને અનુસરવું એ મુશ્કેલ છે, પણ હિતકારી છે.
દરેક મનુષ્યને અંતરાત્મા જેવી ચીજ જરૂર હોય છે. ભયંકર ખૂનીને પણ એક વાર તે ખૂન કરતાં જરૂર આંચકો આવે છે, પણ તેને પ્રબળ મનોવિકાર તેના પર સામ્રાજ્ય મેળવે છે અને અંતરના અવાજને કાં તે બહેર મારતે કરે છે, કાં તે તેને સુવાડી દે છે. અથવા તેને બળવત્તર કેક માણસના હૃદયમંદિરનો કબજો લે છે. જે હત્યને કબજે પારકાના હાથમાં ગયો કે મનુષ્યની પરાધીનતા શરૂ થઈ જાય છે અને પરવશ પડેલે પ્રાણી પછી ગમે તેવા ગાંડા ગદડે છે, અમાનુષી કાર્યો કરે છે, ન બોલવાનું બેલે છે અને માણસ મટી જનાવર પણ બની જાય છે. - આત્મિક શુદ્ધ દશા અને પૌગલિક વિલાસ દશા વચ્ચે હંમેશા યુદ્ધ ચાલે છે. જે શુદ્ધ આત્માને કાબૂ છૂટી જાય છે કે માણસ ખેટા અભિમાનનાં ખ્યાલથી, અથવા પોતાની મકકમતાને દેખાવ જાળવવા ખાતર કે આગલા વેર વિરોધને તાબે થઈ ટૂંકી નજરને ખ્યાલ કરે છે અને પરિપુને તાબે થઈ પૌદ્ગલિક દિશામાં અટવાઇ જાય છે. પછી એ ધનના લોભે, અથવા વિષયવિલાસની તૃપ્તિને અંગે અથવા ઐહિક સમૃદ્ધિ પિતાની કરવાના દુન્યવી ખ્યાલાને તૃપ્ત કરવા અણુ ઈચ્છવા યોગ્ય કાર્યો કરી બેસે છે, લાંબી નજરે આત્માની ઉન્નતિના કે વિકાસના ખ્યાલને બદલે વિકારતપ્તિને પિતાનું સર્વસ્વ માની બેસે છે અને પહેલે સમયે અથવા શરૂઆતમાં જે આંચકે આવેલ હેય તેને દાબી દઈ વ્યવહારના કે વિકારના ઊભરાને તાબે થઈ જાય છે અને અંતરાત્માના વિશુદ્ધ વિશિષ્ટ અવાજને ગુંગળાવી નાખે છે. અને એને સલાહકાર કે શિખામણ આપનાર પણ દુન્યવી માણસે જ મોટે ભાગે મળે છે. એ એને કહે છે કે એ તો બધાને ત્યાં થતું