________________
ધર્મ કૌશલ્ય [૧૧૫] લેઓને “વ્યાપાર કૌશલ્યમાં પણું સુયોગ્ય સ્થાન આપી શકાય તેમ લાગતાં તે પર કુલ ૧૨ લેખ લખ્યા. - ત્યારપછી એ જ લેખ પર વધારે વિચારણા કરતાં એ વિશે લેખોને ધર્મ-કૌશલ્યમાં વધારે મહત્ત્વનું સ્થાન છે, એ ધર્મને બલિઇ આકારમાં રજૂ કરી આત્મસમર્પણ તરફ ખેંચે તેવા છે, અને સાધ્ય સન્મુખ લાવનાર મુદ્દાઓને આ લેખમાળામાં ખાસ સ્થાન હોવું ઘટે એ દષ્ટિએ એ ચોવીશે .વિષયોને એક એક જુદા જુદા નંબર તને મૂકવા માટે કુલ ૨૫ લેખ લખવા ધારણ કરી છે. વ્યવહાર, વ્યાપાર અને ધર્મને જરા પણ વિરોધ નથી, હેઈ શકે નહિ, પણ આપણું દષ્ટિબિંદુને ફેરવીએ તે મહાન સત્યની તે જુદી જુદી બાજુઓ છે તેમ લાગશે. વ્યવહાર અને વ્યાપારના લેખે યથાસ્થાને પ્રક્ટ થશે ધર્મને વિષય વધારે ઝીણવટથી વિચારવા યોગ્ય છે અને વિચારીને જીવન સાથે વણી દેવા યોગ્ય છે, તેથી એ વીશે વિષયો લેવાની ધારણાએ આ નવીન પદ્ધતિની લેખમાળા શરૂ કરી છે. એની વ્યવહારું ઉપયોગિતા વાંચતા જણાઈ આવશે અને આંતરજીવનની શોધમાં જરૂર મદદ કરશે.
It is sometimes hard, but it always pays.
Thoughts of the Great