________________
ધર્મ કૌશલ્ય
[૧૩]
તમને ખરાબ લાગે તેવું હોય તેવું તમારે સામા પ્રત્યે ન કરવું. આટલી સાદી ટૂંકી સીધી સરળ વાત છે અને તમને તે આવડે છે એમ તે આપણે ઉપર ધારી લીધું છે. આટલી વાત કરજે એટલે તમને કોઈ વાતની અડચણ નહિં થાય. તમારા પર ટીકા નહિ થાય અને તમારે સંસારપ્રવાસ સફળ બનશે, આનંદમય બનશે, પ્રેરક બનશે, પ્રેમમય બનશે અને તમારા મન પરથી અસાધારણ બેજો ઊતરી જઈ એને હળવું ફૂલ છતાં ગૌરવવંતું બનાવશે. તદ્દન સાદી વાત છે, કરવી સરળ છે અને કુલધર્મના અનેક ઉપદેશોને એ સાર છે.
श्रुणुत धर्मसर्वस्वं श्रुत्वा चैत्रावार्यताम् । आत्मनः प्रतिकूलानि परेषां न समाचरेत् ॥
ધર્મસર્વસ્વ