________________
[૧૨]
-
ધર્મ કૌશલ્ય
આંખ મીંચી રાખવી છે અને સુખના પેટા ખ્યાલમાં મૂખાઈથી નાચવું છે, ગાંડપણની લ્હાવો લેવા છે. જ્યાં વસ્તુત: કશું સુખ નથી ત્યાંથી સુખ મળશે એવી આશામાં રંગાઈ રહેવું છે. આખી પૌગલિક રચના ખોટા પાયા પર રચાયેલી છે, વગર સમજના ફાંટા પર નિર્ભર થયેલી છે અને અતિ વિષમ પરિસ્થિતિ ઉપજાવનાર છે. કુશળ માણસ એને બરાબર ઓળખે અને ચેતે.
साहित्वा संतापानशुचिजननीकुक्षिकुहरे
ततो जन्म प्राप्य प्रचुरतरकष्टक्रमहतः । . सुखाभासैर्यावत्स्पृशति कथमप्यतिविरति ... जरा तावत्कायं कवलयति मृत्योः सहचरी ॥
શાંતસુધારસ
(૪૭) લામી ચળ છે, જીવતર ચળ છે અને જીવનમાં જુવાની પણ ચળ છે. આવા અસ્થિર સંસારમાં માત્ર ધર્મ જ નિશ્ચળ છે.
ચારે બાજુએ જોઈએ તે એકદમ આવી પડેલી લક્ષ્મી ચાલી જતી જોવાય છે. આજે જેના ઘરમાં છપ્પન પર ભેરી વાગતી હેય ત્યાં શેડા વખત પછી કાગડા ઊડતા દેખાય છે, જેને ત્યાં આજે
-