________________
ધર્મ કૌશલ્ય
[૫૧]
હસતી ગેલ કરતી જરા (વૃદ્ધાવસ્થા) વાઘણની જેમ સામે રાહ જોઈ રહેલ છે, દુશમનના જેવા રેગે શરીરને હાલ બેહાલ કરી રહ્યા છે; ભાંગેલા ઘડામાંથી દ્રવતા પાણીની માફક આઉખું ટપકયા કરે છે; છતાં લોકે અહિત કર્યા જ કરે છે, એ ખરેખર આશ્ચર્યકારક છે.
જરા વાત વાતમાં પારકાનું સત્યાનાશ કાઢવામાં માણસને જરાય આંચકો થતું નથી. એને કોઈ જાતને લાભ હોય કે ન હોય, પણ બીજાને એનાથી નુકશાન કેટલું થશે એને એ વિચાર પણ કરે નહિ. એ તો ગમે તેમ ભરડે રાખે, ગમે તેવું બે બદામનું બેલી સામાને હજારેના નુકશાનમાં ઉતારે,. પોતાને બે આનાનો લાભ થતો હોય તે સામાને સેંકડોનું નુકશાન થાય તેમાં એને ખેદ પણ ન થાય. એ સિવાય કોઈની નિંદા કરવામાં, કોઇનાં અવર્ણવાદ બોલવામાં, કોઈના સંબંધી બનાવટી વાતો કરવામાં, કોઈને હલકા પાડવામાં જરાએ સંકોચ પણ ન થાય, ગમે તે રીતે પોતાનાં ખીસ્સાં ભરાય, અને તેની અસર અન્ય પર કેવી થાય છે તેનો ખ્યાલ પણ ન આવે એ તો ભારે નવાઈની વાત છે. - માણસે વિચારવું ઘટે કે બીજાનું બગાડીને પિતાનું સુધારવું એ તો નરી બાલિશતા છે. ખ્યાલમાં રાખવું જોઈએ કે એવી અધમ રીતે મેળવેલ લાભ ઘણે વખત ટકતું નથી. ભિખનાં હાંલ્લાં કદી શીક ચહતા. નથી. પણ બાકી કેટલીક વાર અનાચાર કે અત્યાચારનાં કુળને માટે.. રાહ જોવી પડે છે, પણ ખ્યાલમાં રહે કે અંતે તે ચેરને પાટલે ધૂળની ધૂળ જ રહે છે અને કેટલીકવાર તે ઘરની પિતાની વસ્તુ પણ તેમાં તણાઈ જાય છે. લુચ્ચાઈ કે દેગાઈથી હજાર-મેળવ્યા હોય ત્યારે