________________
દૂર માણસો દયાના ખૂબ પ્રેમી હોય છે, લોભી માણસે ઉદારતા તરફ પ્રેમ બતાવે છે, અભિમાની માણસે નમ્રતાના ઉપાસક છે પણ તે બીજામાં-પાતામાં નહિ
દંભના દાખલાઓ વિચારે, બહારના દેખાવની ભીતરના ગોટાળા તપાસો અને તમને આ દુનિયા પર ખરેખર કંટાળો આવશે. દંભીના ઢોંગ કઈ કઈ જાતના થાય છે તે જરા અવલોકો. તમે એક મૂંજી : માણસ પાસે પૈસા ભરાવવા, ફંડફાળામાં નાણા આપવા વિનવવા જશો તે એ પારકાની ઉદારતાના ભારોભાર વખાણ કરશે. ભાઈ ! એની તે શી વાત થાય ? એ તો કર્ણનો અવતાર છે, દાનવીર છે વગેરે. પછી તેને પૈસા ભરાવવાનું કહેશો તે અનેક બહાની કાઢશે. પિતે લાખોનો વેપાર કરતા હશે તે પણ ભાઈદેશમાં ગયા છે, બાપાને જવાબ લખવો પડશે વગેરે અનેક બહાનાં બતાવશે. પછી એ હમણાં હમણું ટીપ ટપારાની સંખ્યાની વાતો કરશે. પિતે એક પાઈ આપી નહિ હોય, છતાં આખા મુંબઈનો બેજ પિતાના માથા પર આવી પડ્યો હોય તેવી વાત કરશે અને અંતે અન્યની ઉદારતાની દાંભિક વાત કરનાર તમને પાણીચું નાળિયેર અને સૂકો ગાળ આપશે. પારકી ઉદારતાને વર્ણનની નીચે કે દંભ ભરાયેલો છે તેને તમને અભ્યાસપાઠ મળશે. આવા પારકાની વાતમાં પહેલા થઈ જનાર પિતાને એ ઉદારતાની પ્રશંસા સાથે કાંઈ લેવાદેવા નથી એમ બતાવે અને “ભાઈ !. આપ તે ખૂબ ખરચી શકે છે, તમારી તે વાત થાય ?. તમારા પેંગડામાં અમારા પગ આવે ?'-આવું આવું બેલી પિતાનું દાંભિક માનસ બતાવી આપશે.
તે જ પ્રમાણે નિર્ણય માણસ બીજાની દયના વખાણ કરશે, અને