________________
ઘર્મ કૌશલ્ય
[૫૯]
(૩૦) એ પારકાનાં દૂષણ બલી બતાવે નહિ, એ પારકાના નાના ગુણને વારંવાર બોલી બતાવે, એ પારકાની ગદ્ધિ જોઈને સંતેષ ધારણ કરે, એ પારકાને થતી પીડા જોઈને મનમાં ખેદ-બળાપ કરે, એ પિતાના વખાણ કદી ન કરે, એ વિનયને ત્યાગ ન કરે, એ ઉચિતને ઓળગે નહિ, અને કેઈ એને ન ગમે તેવું (અપ્રિય) બેલે તે પણ એ ધ ન કરે.
આનું નામ ગૃહસ્થાઈ સજજનતા કહેવાય.
સજ્જનતા ખરી રીતે હૃદયની વાત છે, ગૃહસ્થાઈ અને ખાનદાની. નાં પગરણ છે, ઉચ્ચગ્રાહી જીવનના નાના મોટા દરેક પ્રસંગમાં બાપોકાર જાહેરાત કરતી શાંત નદી છે, પ્રાણીની નાની વાતને સરવાળા એ સજ્જનતાનું પ્રતીક છે. એને માટે મોટા મેળાવડા કરવા પડતા નથી, એને પોતાની કરવા મોટાં સંભાષણે બેલી બતાવવાં પડતા નથી, એને હસ્તગત કરવા ખેટા સાચા દાવા, ઢેગ કે દેખાવ કરવા પડતા નથી, સાચી સજ્જનતા કે ગૃહસ્થાઈ એ મનુષ્યના જીવન સાથે ઓતપ્રોત થઈ ગયેલ હેઇ, એના પ્રત્યેક વર્તન પ્રસંગે તરી આવે છે. પ્રત્યેક વાણીવિલાસે ઝળકી આવે છે, પ્રત્યેક આંખના અણસારા. માંથી સમજાઈ આવે છે. સારા માણસનું વર્તને સાચે માર્ગે જ થાય, સારે ભાગે જ થાય. એ પિતાને માર્ગ બરાબર સંભાળી લે અને એની વિશાળતા, સહૃદયતા અને ગંભીરતા એને સારે ભાગે, સાચે માર્ગે, વિશદ ભાગે લઈ આવે. એવા સજ્જને ગમે તે સંગમાં હેય, તે પણ એને વિકાસ એને સાચે રસ્તે સુઝાડી દે અને એ પિતાને યથાર્થ માર્ગ વગર ધાંધલે, વગર પ્રયાસે, વગર માગણું કર્યું? શોધી લે અને તે રસ્તે જ આગળ ધપે.