________________
ધ કૌશલ્ય સજજનના લક્ષણ ઉપર રજૂ કર્યા છે તેના પર વિવેચન કરવાની ભાગ્યે જ જરૂર હોય. એ સુગ્રાહ્ય છે, રવયં સ્પષ્ટ છે, કાળસિદ્ધ છે. એમાં ખૂબી એ છે કે સજ્જનને ભાગે પ્રયાણ કરવામાં જરા પણ પ્રયાસ કરી પડતું નથી, એની વિશુદ્ધિ કે સુગ્રાહપણા માટે ચર્ચા કરવી પડતી નથી અને એની આયતા માટે ઉપદેશ આપવાની આવશ્યકતા રહેતી નથી. નવાઈની વાત એ છે કે આવો સીધે સાદે સમજાય તેવો સરલ માર્ગ મૂકી માણસ આડેઅવળે માર્ગે કે ઊલટે પથે કેમ પડી જાતે. હશે? શા માટે એ કાવાદાવા કરી જીવનને ઝેર કરતો હશે ? શા માટે એ પ્રયાસ કરી ન ટકી શકે તેવી પરિસ્થિતિનો બચાવ કરવાના બેટા માર્ગે ચઢી જતું હશે ?
સજજનતાના માર્ગે સીધા છે, આંટીઘુંટી વગરના છે, જાતે તદ્દન નરવા છે. સ્વતઃ નૈસર્ગિક છે અને અંતરને પ્રફુલ્લ બનાવી ચેતનરાજને વિસ્તાર કરનારા છે. એના રસ્તા લેવામાં કાંઈ ગોટા વાળવા પડતા નથી, એને અપનાવવામાં કઈ પ્રકારની કૃત્રિમતા ધારણું કરવી પડતી નથી, એને છુપાવવા કોઈ જાતના દ કે દેખાવોને માર્ગ આપવો પડતું નથી. એ સીધી સડક છે. એ કુદરતી વલણને પિષનારા સહજપ્રાપ્ત ધમે છે, એ ઉન્નતિ બીજનાં ઊમળકા છે. ધર્મમાગે ચઢવાનાં એક પણ સપાનને ન ચૂકે તે એ ભાગે પરંપરાએ સાચું શાશ્વત સુખ પામે અને હંમેશ માટે નિરવધિ આનંદ માણે. ___ न ब्रूते परदूषणं परगुणं वक्त्यरूपमप्यन्वहम् ,
संतोषं वहते परद्धिषु पराबाधासु धत्ते शुचम् । स्वश्लाघां न कराति नोजति नयं नौचित्यमुल्लघययुक्तोऽप्यप्रियमक्षमा न रचयत्यतच्चरित्रं सताम् ॥
સિંદૂરપકર. ૬૪