________________
[૧૪]
ધર્મ કૌશલ્ય કોઈ વિચાર બતાવો, કઈ ધારણ કરે છે તેમાં પિતાની શક્તિ, પિતાની પચાવવાની તાકાત અને પરિણામે પિતાને થવાનો લાભ વિચારીને ક્રિયા, વર્તન કે ઉચ્ચાર કરો. પિતાનું સાચું એય કરવાને એ જ માર્ગ છે. નકામા તણાઈ ભરવાથી લાભ ન થાય. શક્તિ વિશેપન કરવાથી જેમ લાભ ન થાય તેમ શક્તિને અતિશક્તિ ભરેલ ખ્યાલ બાંધવાથી પણ લાભ ન થાય. ત્યાગમાં, અંદરમાં, ક્રિયા કેરવામાં, દાન લેવાદેવામાં અને વ્રત નિયમ કરવામાં પિતાની શક્તિનું માપ કરવું, પિતાની પચાવવાની શક્તિને ક્યાસ કર અને પરિણામે પિતાને લાભ થવાને પાકો હિસાબ કરે. જે કાર્યમાં લાભ વધારે દેખાય અને જે કરવાની પિતાની શકિત હોય તે કામ વગર સકેચે કરવું, તેનાં લાંબા પરિણામે નજરમાં રાખવાં અને પિતાની શક્તિ હોય તો તેને છુપાવવી કે અવગણવી નહિં. માત્ર દેખાવ કરવાનો કે અંધ અનુકરણને રસ્તો ન લે, પણ પિતાનો અંગત હિસાબ મૂકો. ઘર બાળીને તીરથ કરવું એ જેમ અલ વગરની વાત છે, તેમ હંમેશાં ઘરને જ વિચાર કરી, બહાર કે આગળ પગલું જ ન ભરવું એ પણ બાલિશતા જ છે. પિતાનું શ્રેય ઈચ્છનારે પિતાની શક્તિ, પિતાની પરિસ્થિતિ અને પોતાની પરંપરાલાભ ગણી કામ કરવું અને એમ કરવામાં સાચો માર્ગ જરૂર જડી આવશે. પારકાની હવેલી જોઈ, પિતાને ગૂંપડાં બાળી ન નાખવાં પણ ઝુપડાંને સારા બનાવવાની શક્યતા હોય તે તેને જતી પણ ન કરવી. ધર્મમાર્ગે પ્રગતિ કરનારને આ સાચે રસ્તે છે, લાભકારી છે, જતિ સ્થાને લઈ જનાર છે. __ यच्छक्यं प्रसितुं प्रासं प्रस्तं परिणमेच्च यत् । हितं च परिणाम स्यात्तत्कार्य भूतिमिच्छता ॥
વ્યાસ મુનિ