________________
v]. ધ કૌશલ્ય આરે આવતા નથી, એમને માર્ગ મળતું નથી અને જાતે અંધ કૂવામાં પડતાં પડતાં બીજને પિતાની સાથે ખેંચી જાય છે.
ગધેડાને ચંદનની ગંધ આવતી નથી. એની પીઠ પર સુખડ લાવું હોય કે ધૂળની હેલ ભર્યા હોય એ બને એને મન સરખાં છે, એને પૃથ્થરને ભાર લાગે છે તેટલો જ ચંદનને લાગે છે, એ ચંદનની સુગંધથી બેનસીબે રહે છે. એના પર ચંદનને ભાર આવ્યો એને એને કોઈ જાતને લાભ મળતું નથી. તે જ પ્રમાણે સમજુ જાણકાર જ્ઞાની માણસ ક્રિયા ન કરે, કરે તે સાચી સમજીને ન કરે, તે એનાં જ્ઞાનને કશો અર્થ નથી. એકલું જ્ઞાન પાંગળું છે, એકલી ક્રિયા આંધળી છે. જ્ઞાન અને ક્રિયાને સહચાર હોય ત્યાં જ ખરી મજા જામે છે, બાકી જ્ઞાન વગરની ક્રિયા હેય તે તેને વિનિપાત થતાં વાર લાગતી નથી અને હેતુ રહસ્યના અજાણપણામાં ક્રિયાને સાચો લાભ મળતો નથી અને જાણે સમજીને બેસી રહે, આજના ગજ માપે, પણ એક તસુએ કાપે નહિએ જ્ઞાનને પણ અર્થ નથી. માત્ર જ્ઞાન બેજારૂપ છે, માત્ર ક્રિયા આંધળી છે. એવા અર્થ, હતું કે પરિણામ વગરના જ્ઞાનના કે એવી વગર સમજણની ક્રિયાના સંવ્યવહારમાં કોઈ જાતને લાભ થતો નથી. માટે કરો તે સમજીને કરે, સમજે તેને બરાબર અર્થ કરો અને નકામી મજૂરી ને વેઠમાં કાંઈ ફેર નથી એ વાતનું રહસ્ય સમજે. ગતાગતિક થવામાં માલ નથી તેમજ સમજીને બેસી રહેવામાં પણ માલ નથી. ગધેડાની જેટલી મજૂરી કરવી અને અવસર મળે છતાં સુગંધ પારખવી પણ નહિ એ સાચા ધર્માધીની બાબતમાં શોભાસ્પદ ન ગણાય. यथा खरश्चन्दनभारवाही, भारस्य वत्ता न तु चन्दनस्य । तथैव शास्त्राणि बन्यधीत्य, क्रियाविहीनाः खरवद्वहन्ति ।
સુક્ષત,