________________
ધર્મ કૌશલ્ય
[૪
]
(૨૨) મહાનુભાવ પુરુષ સંપત્તિમાં અને
વિપત્તિમાં એક સરખા જ હોય છે. તે ખરેખર મહાન પુરુષો હોય છે તે સંપત્તિ મળવાથી અભિમાનમાં આવી જતા નથી, તે મોટા કે ઊંચા છે એમ ગણતા નથી, આંતમાં કે ગરીબીમાં આવી જાય તો મુંઝાઈ જતા નથી, કકળાટ કરી કલેશ કરતા નથી કે આત્મહત્યા કરવાનો વિચાર કરી કર્મફળ ભેગવવા કરતાં તેનાથી દૂર નાસી જતા નથી. સારા વખતને એ બરાબર ઓળખે છે, સારી સ્થિતિને પૂરત લાભ લે છે, વિવેકપૂર્વક વ્યય કરે છે, અને આ વખત આનંદ અને ઉમંગમાં રહી લહેર કરે છે. તેઓ વિપરીત દશા આવી પડે તે એ દશાથી દબાઈ જતા નથી, પિતાનું આત્મધન શોક કરીને ગુમાવતા નથી અને ગરીબ ગણાવામાં ગૌરવહાનિ. માનતા નથી. એ તે સૂર્ય જેમ- ઉલ્ય વખતે લાલ હોય છે, તેમ અસ્ત વખતે પણ લાલ જ હોય છે.
મોટા માણસને સંપત્તિ આવે અને મેટાને જ આફત આવે. એ તે “છસ ઘર બહેત વધામણું, ઊસ ઘર મટી પેક.' જેને ઘેર પુત્રજન્માદિ વખતે હજારે સેંકડે વધામણી દેવા આવે, અભિનંદન આપવા આવે, તેને ઘેર જ્યારે મરણ થાય ત્યારે ઘણું આભડનારા હોવાથી પોક પણ મટી જ પડે. ચંદ્ર વધે છે અને ઘટે છે પણ ચંદ્ર જ. તારાએ તે ત્રણે કાળ તારો જ રહે છે એટલે નાના મોટા થવું એ તે મોટાઈનું લક્ષણ છે.
અને ગમે તેવા મેટા થવાનું બની આવે કે ગમે તેટલું કચરાઈ . જવાનું ભાગ્યને ફાળે આવે, પણ જેના મનમાં, વચનમાં કે વર્તનમાં