________________
ધાર કૌશલ્ય
(n)
મહામુશ્કેલીમાં મળી શકે એ મનખા જનમ જે. મનુષ્ય આળસ-પ્રકારમાં પડી નકામે ગુમાવી ? છે તે મનુષ્ય કાગડાને ઉડાડવા માટે પોતાના સગા હાથથી મહામૂલુ ચિંતામણિ રત્ન ફેંકી દે છે.
મહામુશ્કેલીઓ આ મનુષ્યજન્મ પ્રાણુને મળે છે. અંત:કરણથી પરમાત્માની સેવા કરી હોય ત્યારે આવા ધર્મક્ષેત્ર ભારતભૂમિમાં અવતાર થાય છે, ખૂબ પરિસેવના કરી હોય ત્યારે ધર્મ સમજવાની ગ્રહણશક્તિ-મગજશક્તિ પ્રાપ્ત થાય છે, ખૂબ એકાગ્રતા કરી હેય તે વિશુદ્ધ દેવગુરુને ન મળી આવે છે. સારી રીતે જીવડ્યા પાળી હોય તે શારીરિક અને માનસિક તંદુરસ્તી સાંપડે છે. આવી રીતે ઉત્તમ કુળ, અનુકૂળ સ્વજન, સારું ક્ષેત્ર, પુસ્તકાદિજ્ઞાનનાં સાધન વગેરે પ્રત્યેક ચીજ મળવી મુશ્કેલ છે, અતિ મુશ્કેલ છે. અનેક રખડપટ્ટી પછી કઈ વાર આવા સાધનસંપન્ન મનખા દેહ મળી આવે છે. શ્રી ઉતરાધ્યયન સૂત્રમાં એને માટે દશ દષ્ટાંતો આપી મનુષ્યભવની દુર્લક્ષ્મતા અસરકારક રીતે બતાવી છે. એક એક દૃષ્ટાંત વાંચતાં મનુષ્યભવ મળવાની મુસીબત માનસપટ પર ચિત્ર પાડી દે છે.
આવો મનખા દેહ, આવી મુસીબતે મળે તેવું માનુષ, આ હિલે નરભવ મળે અને પછી મનુષ્ય તેને વેડફી નાખે તેની અલની શી કિંમત થાય ? ખાવાપીવાના આરામમાં, રેસ અને સદાના જુગારમાં, ઢીંચી ઢીંચીને દારૂ પીવાની પાર્ટીઓમાં, રસરંગ લેવામાં, મોડી રાતે શંકાસ્પદ ચાલચલગતવાળી પરિકી નધણીઆતી સ્ત્રીઓ સાથે રમણ કરવામાં જે જીવન વેડફી નાખે, અથવા કાવાદાવા કારસ્તાન અને