________________
[૨]
-----ધમે કૌશલ્ય
હોય તે પણ તે અણીને વખતે બરાબર કામ આપે છે અને તેથી તેને ખરા બધુ ગણવામાં આવે છે અને ધર્મનું બધું તે ખરેખર આપે પમાડે તેવું છે. એમાં ઢંગ ન હેય, એમાં ગેટાળા ન હય, એમાં દેખાવ ન હેય, એમાં દરદમામ ન હય, એમાં ધાંધલ ન હેય, એમાં ખાલી ઠઠારે ન હેય. એ તે ખરે સગા ભાઈ થઈને બરાબર ટેકે આપે છે અને જરૂરી અવસરે ખાસ કામ આપી આખા જીવનપંચને અને જીવન પછીના ભવિષ્યના પંથને ઉજાળે છે, મહિમાવતે કરે છે, માર્ગર્શન કરાવે છે અને પ્રગતિને પામે છે.
* બીજા કોઈની ઉપેક્ષા પાલવે, ધર્મની ઉપેક્ષા ન પાલવે. એને વિસરવાથી કે એને ઉવેખવાથી માર્ગ બગડી જાય, મતિ બગડી જાય, પરભવ બગડી જાય અને ખાનાખરાબી થઈ જાય. આ ધર્મને-આત્મધર્મને ઓળખી જે એને અપનાવે તે જન્મ-જન્માંતરમાં તેનો ટેકે મેળવે અને એ ટેકાથી પિતાનો રસ્તો સરળ અને સાધ્ય સમુખ કરે. આવા અણુમ મિત્ર સરખા બાંધવને કેમ તરછોડાય ?
नित्यमित्रसमो देहः स्वजनः पर्वसन्निमः। प्रणाममित्रसमो ज्ञेयो धर्मः परमबान्धवः ।।
સુભાત,