________________
ધર્મ કૌશલ્ય
ભરાય નહિ, રૂની પૂર્ણ કરનારને લાફે મરાય નહિ અને છોકરાને સોળ ઊઠે તેટલો મરાય નહિ. ક્રોધનો પાર વખત, પાત્ર અને પ્રસંગને અનુરૂષ હોવો જોઈએ. (૩) અને ગુસ્સો ગુસ્સાને વખતે શોભે. પંગતમાં જમવા બેઠા હોઈએ અને પીરસનાર જરા ભૂલ કરે ત્યાં ઊઠીને તમાચો મારનારના ગૌરવની હાનિ થાય અને નીચ હલકા ગેલાના મહેમાંથી ગાળ નીકળે તેને ઉત્તર દેતાં દશ વધારે ગાળ સાંભળવી પડે. (૪) અને ગુસ્સાની બાબત કે ઉદ્દેશ ગુસ્સાને યોગ્ય હવે જોઈએ. સામાની સુધારણા કરવાની પિતામાં તાકાત હેય, સામે માણસ સારા અર્થમાં સમજે તે હેય ત્યાં ગુસ્સો કદાચ શેભે; બાકી ઉદ્દેશ વગરને ગુસ્સ કરવાથી ઘા ખાલી જાય અને પોતાનો હાથ લચી પડે. (૫) અને ગુસ્સે બરાબર એગ્ય રીતે કરવો ઘટે. જ્યાં માત્ર ભવાં ચઢાવવાથી ચાલે તેવું હોય ત્યાં તમાચો લગાવવા હાથ ન ઉઠાવાય અને જ્યાં હુંકાર કરવાથી પડે તેવું હોય ત્યાં નિર્ભનાનું વચન બેલવું ન ઘટે.
( આ પ્રમાણે ગુસ્સે થવામાં પણ વિવેક વાપરવાની જરૂર છે, તુલના કરવાની આવશ્યકતા છે અને સમજણુ રાખવાની જરૂર છે. ક્ષમાની મોટી વાત છે. તે બને તેણે પોતાની મર્યાદામાં રહેવા ખાતર અને સ્વમાનની જાળવણી ખાતર મન પર કાબૂ તે જરૂર રાખો ઘટે. સજનને ધ હેય નહિ, હેય તે ઝાઝો વખત ટકે નહિ અને ટકે તે તેને તેનાં વિરૂપ ફળે સુધી ખેંચી જાય નહિ.
i Anybody can become angry-that iş. easy; but to be angry with the right person, and 10 the right degree, and at the right time, and for 4 right purpose, and in the right way-that is not so easy
Aristotle,