________________
ધર્મ કૌશલ્ય
(૨૩)
(૧૨) અને તે પૈસા એ પણ અપેક્ષિત વસ્તુ છે, કારણ કે જેની પાસે થોડાં હોય અને ચેડાંની જ એની ઈચ્છા હેય તે વધારે ધનવાન છે, જ્યારે જેની પાસે ઘણું હોય અને છતાં વધારેની ઈચ્છા કરે તે પેલાના પ્રમાણમાં ઓછો ધનવાન
એક સુંદર સુભાષિતમાં ભર્તુહરિએ ભાખ્યું છે કે “અમે વલ્કલ વસ્ત્રથી સતીષ પામી જઈએ છીએ, તમે રેશમી વસ્ત્રથી સતિષ પામે છો. આમાં સતિષ તે બન્નેની બાજુએ સરખે છે અને બન્ને વચ્ચેને તફાવત મુદ્દા વગરને છે. બાકી જેનાં હૃદયમાં તૃષ્ણ ચાલી આવતી હેય અને પ્રસાર પામતી હોય તે ખરેખર ગરીબ છે. એક વાર મનમાં સતિષ થઈ ગયા પછી કેણું દરિદ્રી અને કોણ તાલેવંત છે આવા સુંદર ભાષામાં એક ત્યાગીના મુખમાં અત્યંત વિશિષ્ટ વિચાર મૂકીને મહાન સત્ય જગત સન્મુખ રજૂ કર્યું છે. વેરાગી ત્યાગી મેટા કરેડાધિપતિ ચમરબંધીને કહે છે કે જે તમારા મનમાં હજુ પણ વધારે ઘર ભેગું કરવાની વૃત્તિ હોય તો તમે આશાદાસીના બાળક છે, ભિખારી છે, પરાધીન છે, દાસીપુત્ર છે. મારે તો મહેલ અમે ઝૂંપડું સરખાં છે, મારે શાલદુશાલા કે ઝાડની છાલનાં વસ્ત્ર સંરખાં છે. મારે દૂધપાક, કુરકપૂર કે હલવા મેવા મીઠાઈ અથવા કુશકા કે પૈસા સરખાં છે, મારે ને બત, બીન, તંબુરો કે એકતારે સરખાં છે. આવી રીતે મન પર સતિષની છાયા ફરી વળી એટલે પછી ધનવાન કે ગરીબન, શેઠ કે નોકરી, સેવ્ય કે સેવકને, ઉપરી કે તાબાના માણસને, તફાવત રહેતો નથી.
અને આશા તૃષ્ણ એ તે એવી ચીજ-છે કે એને વધારવા