________________
કાશી કરે. વિવેકપૂર્વક તપાસ કરી ધનને ઉપયોગ કરે, યોગ્ય માર્ગે ખરચેલ કદી ખૂટવાનું નથી, સુપાત્રે કરેલ દાન કદી નિરર્થક જતું નથી, ચોગ્ય પાત્રને જરૂરને વખતે કરેલ મદદ કદી ઊગી નીકળ્યા વગર રહી નથી, માટે હેય ત્યારે ખૂબ આપે, દુકાળને કે દારિદ્રને ભય માથા પર ન રાખો, છોકરાં નમાલાં ગરીબડાં પરાધીન અને વ્યાજવાડીએ જીવવાના છે એમ ન ધારે. આપ, વાપરે, ખરા અને ઘણું મળશે અને નહિ મળે તે મનમાં તે તે નહિ જે રહી જાય. માત્ર વાપરવામાં કે દેવામાં વિવેકની પૂરી જરૂર છે. ઉકરડામાં દિવેલ કે ઘી નાખવાથી ઊગે નહિ, પણ લોટ સાથે મળે તે જરૂર પુષ્ટિ કરે. બાકી એને ડબામાં પૂરી રાખવામાં આવે તે બે ચાર માસમાં એ ખેરું થઈ જાય અને અંતે એને રેતીમાં રગદેળવું પડે કે ઉકરડે નાખી દેવું પડે આવેલ વખતને ઓળખે એ જાણકાર, છતે પસે હાથને ઠારે તે જ્ઞાની, ગરીબ ગરબાની હાય સમજે તે અલવાન અને આવતા દિવસને ઓળખે તે સમજુ; બાકી તે કંઈક આવ્યા ને કંઈક ગયા, નંદરાજાની સોનાની ડુંગરીઓ પણ અંતે અહીં રહી ગઈ અને પિતાને રસ્તે ઊઘાડે હાથે ચાલ્યા ગયા. ધનનું કળ દાન છે. ત્યાગમાર્ગની એ શરૂઆત છે અને મહાત્યાગની આદિ રચના છે.
दातव्यं भोक्तव्यं सति विभवे ‘सञ्चयो न कर्तव्यः । पश्यहे मधुकरीणां : सञ्चितमर्थ । हरन्त्यन्ये ।।