________________
ધર્મ કૌશલ્ય
[ ૧૩} (૭). ભિખારી ભીખદ્વારા ઘેર ઘેર ફરતાં ભીખ માગતા નથી, પણ શિક્ષાપાઠ આપે છે. દરરોજ આપે, આપ દે, દા. ન દેનારાના ફળ આવા (મારા જેવાં) થાય છે.
વહેવારુ ડાહ્યો માણસ ગમે તે બાબતમાંથી સારો અર્થ કાઢે છે, ત્યારે મૂર્ખ માણસ સારામાં સારી હકીકતને વિરૂપ અને બેધારી કે બેસર બનાવી દે છે. જેમ દુનિયામાં ધાન્યને ધૂળ કરીને ખાનારા જોવામાં આવે છે તેમ સુઘડ સ્ત્રી ધૂળને ધાન્ય કરી ખવરાવી શકે છે, નદીનાં પાંચીકાનું શાક બનાવી સ્વાદિષ્ટ વાની પૂરી પાડી શકે છે. એમાં ચતુરાઈ આવડત અને ઉચ્ચગ્રાહી માનસિક વલણને મહિમા જરૂર દેખાઈ આવે છે. તેના દષ્ટાંતરૂપે એક વાત છે.
આપણી સામે ઊભા રહી, ઘરને આંગણે કકળાટ અને દુઃખની લાગણી બતાવનાર ભિખારીને ભિખારી ન માનવો ઘટે. એ તે ખરેખરી રીતે આપણો ઉપદેશદાતા છે. ઉપદેશ આપનાર જ્ઞાની આપણને કોઈ વરતુ રોકડી કે ઉધાર આપતા નથી, પણ એ પૃથક્કરણદારા આપણને ચેખવટ કરી આપે છે, વસ્તુ કે સંબંધને એના સાદા અને સાચા આકારમાં બતાવે છે, વરતુની અંદરના મર્મને આપણી પાસે પ્રકટ કરે છે અને નવાં દષ્ટિબિન્દુથી વસ્તુ કે સંબંધને આપણને દેખાડે છે. આપણે મુંઝાયા હોઈએ ત્યાં એ માર્ગદર્શન કરાવે છે, આપણે ઉપર ઉપરના વ્યામોહમાં પડયા હેઈએ ત્યાં એ આપણને અંદર જતા કરે છે, આપણે સામાને જોતા હોઈએ ત્યાં એ આપણને પિતાની અંદર જતાં શીખવે છે.
એ રીતે અવલેતા ભીખ માગનાર પણ વાચક નથી, પણ એ