________________
[૧૨]
ધર્મ કાલ્ય
જુવાન થતી જાય છે. વધારે મક્કમ બનતી જાય છે, ઘરબાર કરીને પિતાનું સ્થાન પાર્ક કરી જામતી જાય છે. અભિલાષા, આશા, લાલસા અને તણું વચ્ચે ઘણે ફેર છે. મહત્વાકાંક્ષા અમુક હદ સુધી શ્રેયમાર્ગ પણ લઈ જાય છે પણ તૃષ્ણા તે એક સરખા ગુણને નાશ જ કરે છે. લોભનું એ પર્યાયવાચી નામ છે અને સર્વ વિનાશનું મૂળ એનામાં પ્રચ્છન્ન રીતે રહેલું હોય છે. આ વખત હાય બળતરા કરાવનાર, કોઈ પણ વખતે શાંતિને આસ્વાદ પણ ન થવા દેનાર, મધલાળનાં આકર્ષણને ખડાં કરનાર એ ભૈરવી દેવી માણસને લાભ મળે ત્યારેવલેપાત કરાવે છે, ધારેલ લાભને બદલે હાનિ થયે કકળાટ કરાવે છે અને લાગ આવે ત્યારે પ્રાણીને ઊંધે પાડી એ સર્વસ્વ હરણ કરી જાય છે. એના પાસામાં પડેલા પ્રાણુ ઉપદેશને અવગણે છે, હિતશિખામણને હસી કાઢે છે અને પાગલ માણસની જેમ એની પાસે અનેક સારા માઠાં કાર્યો હારબંધ કરાવે છે.
સજજન” થવાની ઈચ્છાવાળાએ તૃષ્ણા ત્યાગ કરે. વ્યાધિગ્રસ્ત માણસ, છોકરી વગરને માણસ અને વૃદ્ધ માણસ ઉપર એની અસર ઘણી વધારે થતી હોવાથી એમણે એનાથી ખાસ ચેતવું અને સતિષીને સાચું સુખ છે અને તૃષ્ણ દેવીનું ખપ્પર કદી ભરાતું નથી એ વાત ધ્યાનમાં રાખી એના પર વિજય મેળવવો. સાચે રસ્તે-ધર્મમાર્ગે-સજજન પથે ચઢવાનું આ પહેલું પગથિયું છે.
आशा नाम मनुष्याणां, काचिदाश्चर्यशृंखला । यथा बद्धाः प्रधावन्ति, मुक्तास्तिष्ठन्ति पशुवत् ॥