________________
[૧૪]
ધર્મ કૌશલ્ય આપણે શિક્ષાગુરુ છે, એ આપણે ઉપદેશક છે, એ આપણે હિતમાર્ગદર્શક છે. એ કહે છે કે મારા અન્નદાતા ! મારા શેઠ ! માસ. મુરબ્બી ! તમને કર્મના પ્રભાવે કે કુદરતની કૃપાએ લક્ષ્મી મળી છે, તમે સાધનવાળા છે, તમારે ત્યાં છપ્પન ઉપર ભેરી વાગે છે, તમારે ત્યાં દે ધનની નિશાની બતાવનાર ધજાઓ ઊડે છે, તમે બેડેજાએ કહેવાઓ છો-તે તમે આપે, દે, લક્ષ્મીને લહાવો લઈ લે. તમે શુભ ક્રિયા કરી સારાં કમેને પરિણામે સંપત્તિ સાધનવાળા થયા છે તે તેને અંગે મારા જેવાને આપે. દુનિયાના દુઃખ દૂર કરે, સાહિત્ય કેળવણુની સંસ્થા કાઢે, સારી કમાઈને લાભ લે, ખરચે, વાપરે, દાનવીર થઈ જાઓ. અને નહિ આપે તે એનાં ફળ કેવાં થશે તે જાણી લેવા મારા સામું જુઓ. નહિ આપે તે મારા જેવા થશે, બીજા પાસે હાથ લંબાવ પડશે. મેં આપ્યું નથી, તેથી આવો થયે છું. તમારે મારા જેવા થવું હોય તે રાખી મૂકે, ભરી રાખે, સંધરે કરે, ચેકી કરે. અંતે તમે મારા જેવા (ભિખારી) થશે. ન દેનાર મારા જેવા થાય છે. મુઠ્ઠી વાળી બેસી જનાર અંતે મૂકીને ચાલ્યા જાય છે અને પછી બે હાથ લાંબા કરી અમારી જેમ ભીખ માંગે છે, પરવશ પરાશ્રયી અવતાર ગીરગીને પૂરો કરે છે. એવા ન થવું હોય તે ઉદાર બને. આવી શિખામણ આપનાર ભિખારી આપણને ઠેકાણે રાખે છે, દાનનો મહિમા શીખવે છે, વખતસરની ચેતવણી આપે છે અને દાન આપવા પ્રેરણ કરી સાચું રહસ્ય શીખવે છે.
રોનિત ન થાજો, મિક્ષાદિત રે दीयतां दीयतां नित्यमदातुः फलमीदृशम् ।