________________
ધર્મ કૌશલ્ય
[૭]
(૪) વજથી પણ કઠોર અને ફૂલથી પણ પિચાં એવાં અસાધારણ માણસેનાં મન જાણવાને કેણ શક્તિમાન થાય છે?
અસાધારણ માણસોના સંબંધમાં આવ્યા વગર આ વાતને સાચે ખ્યાલ આવે તેમ નથી. પરીક્ષા કે પિછાન માટે પ્રથમ તે સાચા લોકોત્તર પુરુષને ઓળખવા જોઈએ. જે દુનિયાદારીના ચાલુ વ્યવહારથી પર હેય, છતાં હકીક્ત સમજનાર હોય, જે મારા તારાની . મમતાથી મુકાયેલા હોવા છતાં કોયને સ્વીકારનાર હોય, જેની જાહેરાતની વૃત્તિ નાશ પામેલી હોવા છતાં પ્રેમની ભક્તિની પિછાન હેય, જેનાં મનના વિચાર, વચનના ઉચ્ચાર અને ચારિત્રના વર્તનમાં એક્તા હોવા છતાં ભીષણ નીતિના માર્ગની બરાબર ખબર હોય, જેનામાં સમતા સાર્વત્રિક હોવા છતાં ખામીનાં સ્થાને ઓળખવાની અને તેને પ્રેમભાવે બહલાવવાની આવડત હોય, એવા લોકોત્તર પુરુષોને જાણવા જોઈએ, ઓળખવા જોઈએ, પિછાનવા જોઈએ, એમાં ઢંગને સ્થાન નથી, બેટા દેખાવને સ્થાન નથી, દંભ કે માયાને સ્થાન નથી, પોતાના પારકાને અવકાશ નથી, ગુપ્તતા કે ગોટાળાને સ્થાન નથી. આવા લોકોત્તર પુરુષથી દુનિયા ઊજળી થાય છે, એની ગૂંચવણે ઊકલી જાય છે, એનાં વાણુતાણું સમાન સુગ્ય સ્થાને આવી જાય છે અને એની વિજયી જવલંત પ્રભા ચારે તરફ વિસ્તરી દિગંતમાં પ્રસરે છે, એમાં સ્નાન કરનારને પવિત્ર કરે છે, એમાં રાચનારમાં મહા પરિવર્તન કરે છે, એના વિચારમાં સૌ પ્રસરાવે છે અને એના સાનિધ્યમાં શાંતિ, વાતાવરણમાં એકરસ, વિચારપ્રદેશમાં સ્થિરતા અને સાર્વત્રિક વિસ્તારમાં અમૃતનું પાન એ સિંચી આપે છે.