________________
કેશવ કરી લે વિચાર, પોતા જેવું જગ કરનાર, કેમ પોષાય ધ્યેય તોડનાર ? માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, કેમ પોષાય આ સંસાર, વિશ્વ કુટુંબનો આધાર, માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, બ્રહ્મચર્ય ગુણ ગાનાર, પામે પુદગલ સાર, માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, વિષય અગ્નિ સ્વરૂપાકાર, ના થા હાથે કદિ ધલનાર, માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, નિશ્ચય કેમ રે ડગનાર, આંધી તો આવે વારંવાર, માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, બીબીનાં બોલે બોલ ધરાર, ક્યાંથી પહોંચી તું વળનાર, માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, સંયમ વાગે છે સિતાર, અતુટ અવિરત આધાર, માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, વિષયનો આવે કયારે પાર, આપણે છૂટવું ભવ પાર, માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, અખંડ બ્રહ્મચાર્યની ધાર, મરી જવું, પણ ના ચૂકનાર! માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, વિષયોની હવે શું મદાર, દાદા કૃપા અપરંપાર, માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, વિષયો જાગે ત્યાં અગ્નિ જાળ, પડતાં ના રહે ઝીલનાર, માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, વિષય અંતે છે ધિક્કાર, અણહક્ક બંધે નર્કાગાર, માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, વિષયો સંસારનો ઉતાર, અધોગામી છે વ્યવહાર, માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, અગ્નિને પેટ્રોલ મીલનસાર, મીલતા વિષયી ભિષણ જાળ, માટે ચેતીને ચાલ.
કેશવે કરી લે વિચાર, જગ કલ્યાણી ધ્યેય સવાર, શીલથી કષ્ટો કંપાવનાર, માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, ચિત્તનો આવો છે ધિરધાર, એક ફેર ટકે ત્યાં જ જનાર, માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, વિષય ઇચ્છા ત્યાં ભિખાર, મનનાં ફેકચરમાં ભેગાર, માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, વિષય જીવતું નર્કાગાર, એમાંથી ન જડે નીકળનાર, માટે ચેતીને ચાલ.
કેશવે કરી લે વિચાર, શીલનું ગ્રહીયે અલંકાર, કલ્યાણી હેતુ આકર્ષનાર, માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, વિષય છે બાળનાર, નિર્વિષથી દાદા જેવો થનાર, માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, વિષયની અંદર છે સંસાર, કુસંગ મળતાં ઉભું થનાર, માટે ચેતીને ચાલ.